ભરૃચના કેબલ બ્રિજને આંબેડકરજીનું નામ ન અપાય તો ભરૃચ બંધનું એલાન - Sandesh
  • Home
  • Gujarat
  • ભરૃચના કેબલ બ્રિજને આંબેડકરજીનું નામ ન અપાય તો ભરૃચ બંધનું એલાન

ભરૃચના કેબલ બ્રિજને આંબેડકરજીનું નામ ન અપાય તો ભરૃચ બંધનું એલાન

 | 9:05 am IST

ડો. બાબા સાહેબ આંબેડકર કેબલ બ્રીજ સંઘર્ષ સમિતિએ ૨૬ જાન્યુઆરીથી ભરૃચમાં નવર્નિમત કેબલ બ્રીજને ડો. બાબા સાહેબ આંબેડકરના નામ સાથે જોડવાની માગ ઉઠાવી અનેક રજૂઆતો અને ધરણાં કરવા છતાં નામ નક્કી ન થતાં આખરે સંઘર્ષ સમિતિએ ભીલીસ્તાન ટાઇગર સેના સાથે હાથ મિલાવી આંદોલનને વધુ ઉગ્ર બનાવ્યું છે જેમાં આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદન આપી ફરી એક વખત કેબલ બ્રીજને આંબેડકરના નામ સાથે જોડવાની માગ ઉચ્ચારી છે.

કેબલ બ્રીજને ખુલ્લો મુકવાના આરે હવે માંડ પાંચ દિવસ બાકી છે ત્યારે કેબલ બ્રીજને આંબેડકરજીનું નામ મળે તે માટે સંઘર્ષ સમિતિએ ભીલીસ્તાન ટાઇગર સેનાનો સહયોગ મેળવ્યો છે. ભીલીસ્તાન ટાઇગર સેનાએ પણ સમર્થન આપતા બ્રીજનામ કરણનો મુદ્દો વધુ ચગ્યો છે. આજરોજ મોટી સંખ્યામાં ભીલીસ્તાન ટાઇગર સેના સંઘર્ષ સમિતિના આગેવાનો તથા કાર્યકરોએ ભરૃચ રેલવે સ્ટેશન પાસે આંબેડકરજીની પ્રતિમાને ફુલહાર કરી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધસી જઇ આવેદન આપ્યું હતું. જેમાં વધુ એક વખત કેબલ બ્રીજને આંબેડકર બ્રીજ સાથે જોડવાની માંગને બુલંદ બનાવી હતી.

દેશમાં માત્ર એક જ સ્થાન ઉપર એટલે કે કેબલ બ્રીજને ડો. બાબા સાહેબ આંબેડકરના નામ સાથે જોડાય તે અત્યંત જરૃરી છે. કરોડો આદિવાસીઓ અને દલિતોની લાગણી બાબા સાહેબ સાથે જોડાયેલી છે.

ઉદઘાટન દિવસે જો કેબલ બ્રીજને આંબેડકરજીનું નામ આપવામાં નહીં આવે તો સંઘર્ષ સમિતિ અને ભિલિસ્તાન ટાઇગર સેના ભરૃચ બંધનું એલાન આપશે તેમજ વૈરાગીગાડ આંબેડકર નગરના ૨૫ યુવાનો સાથે કલેક્ટર કચેરી પાસે આત્મવિલોપન કરીશું તેવી ચીમકી વૈરાગીવાડ આંબેડકર નગરમાં રહેતા કેન્સરના દર્દી ૩૩ ર્વિષય અશોક ડાહ્યાભાઇ સોકંલીએ મિડિયા સમક્ષ ઉચ્ચારતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

કબીરવડથી મંગલેશ્વર બ્રિજનો વિવાદ પણ છેડાયો

ભરૃચ ઃ ભરૃચના નર્મદા બ્રીજ પરના કેબલ બ્રીજના નામના વિવાદની સાથે સાથે મંગલેશ્વરથી કબીરવડ સુધી બ્રીજ બનાવવાનો મુદ્દો પણ વિવાદની એરણે ચડયો છે. કબીરવડ કુંભમેળામાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ બ્રીજ બનાવવાની જાહેરાત કર્યા પછી પણ કોઇ કામગીરી હાથ ન ધરાતા અંગારેશ્વરના લોકોએ આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન