Bharuch Derol Village Murder case Solved By Bharuh Police
  • Home
  • Gujarat
  • પત્નીના આડા સંબંધની જાણ થતા જ પતિ આવી ગયો આક્રોષમાં અને પ્રેમીની કરી નાંખી કરપીણ હત્યા

પત્નીના આડા સંબંધની જાણ થતા જ પતિ આવી ગયો આક્રોષમાં અને પ્રેમીની કરી નાંખી કરપીણ હત્યા

 | 4:43 pm IST
  • Share

ભરૂચમાં 10 જૂને વાગરા વિસ્તારમાં થયેલ હત્યાના ગુનાનો ભેદ ઉકેલાયો છે. સતિષ વાળંદ નામના યુવાનની હત્યા કરેલી લાશ સિકોતર માતાના મંદિર નજીકથી મળી આવી હતી. આ ઘટનામાં પત્નીના આડા સંબંધનો અંત લાવવા શશીકાંત વસાવાએ પત્ની યોગીતાના પ્રેમી સતીષ વાળંદની હત્યા કરી નાંખી હોવાનો ખુલાસો થયો છે. કાવતરાના ભાગરૂપે શશીકાંતએ પત્નીના પ્રેમી હિતેશને મળવા બોલાવી ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. હત્યા બાદ આરોપી વલસાડ નાસી ગયો હતો જેને સ્થાનિક પોલીસની મદદથી ઝડપી લેવામાં આવ્યો છે.

ગત તારીખ 10.06.21ના રોજ સાંજે 6 વાગ્યે દેરોલ ગામની સીમમાં સિકોતર માતાના મંદિરની બાજુની બાવળમી ઝાડીમાં કોઈ અજાણ્યા ઇસમે કોઈ આગમય કારણોસર તિક્ષણ હથિયાર વડે ઉપરાંછાપરી ઘા મારીને સતિષ વાળંદને મોતને ઘાટ ઉતાર્યો હતો. જે બનાવની જાણ થતા વિસ્તારમાં ચકચારી મચી જવા પામી હતી. જે ઘટના અંતર્ગત ભરૂચ જિલ્લા એલ.સી.બી. અને ભરૂચ સ્થાનિક પોલીસની ટીમ સાથે તાત્કાલિક બનાવ બનેલ જગ્યાએ પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહીતી અનુસાર હ્યુમન એન્ડ ટેક્નિકલ ઇન્ટેલીજન્સ મારફતે તપાસ કરતા જાણવા મળેલ કે આરોપી શશીકાંત નગીનભાઈ વસાવા રહે, ભરૂચ સોનતલાવડી, મામલતદાર કચેરી પાસેનાઓ દમણ તથા વલસાદ હોવાની બાતમી મળેલ હતી. જેથી તાત્કાલિક પોલીસ ટીમ વલસાડ જવા રવાના થઈ હતી અને વલસાડ પોલીસની મદદથી આરોપી શશીકાંત નગીનભાઈ વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. અને પૂછપરછ કરતા મૃતક સતિષભાઇ વાળંદ અને આરોપીની પત્ની યોગિતાબેનના પ્રેમસંબંધ હોવાને કારણે આરોપીએ આક્રોશમાં આવીને સતિશભાઈ વાળંદને મોતને ઘાટ ઉતાર્યો હતો, જેની કબૂલાત આરોપી દ્વારા કરવામાં આવી હતી.

આ વીડિયો પણ જુઓ : ચીનમાં દુનિયાની સૌથી મોટી સ્પોર્ટ્સ ટ્રેજેડી

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો