ભરૂચ: પ્રેમીકાના લગ્ન બાદ પુર્વ પ્રેમી બ્લેકમેઈલની ધમકી આપી ગુજારતો દુષ્કર્મ - Sandesh
  • Home
  • Bhuj
  • ભરૂચ: પ્રેમીકાના લગ્ન બાદ પુર્વ પ્રેમી બ્લેકમેઈલની ધમકી આપી ગુજારતો દુષ્કર્મ

ભરૂચ: પ્રેમીકાના લગ્ન બાદ પુર્વ પ્રેમી બ્લેકમેઈલની ધમકી આપી ગુજારતો દુષ્કર્મ

 | 9:16 pm IST

દુષ્કર્મના ગુનામાં કલમ ૩૭૬(ઈ) મુજબ ભરૃચ જિલ્લામાં આજીવન કેદની સજાનો સંભંવત પ્રથમ હુકમ ભરૃચની સેશન્સ કોર્ટે કર્યો હતો. પ્રેમીકાના લગ્ન બાદ પુર્વ પ્રેમી બ્લેકમેઈલ કરી અવારનવાર દુષ્કર્મ આચરતો હતો અંતે પરિણતાએ પતિને તમામ હકીકતો જણાવતા ભરૃચ બી.ડીવીઝન પોલીસ મથકે આરોપી દિયર સામે ફરિયાદ નોંધાવાય હતી. જે કેસ ભરૃચની સેશન્સ કોર્ટમાં ચાલી જતા આરોપી ઉસ્માનગનીને અગાઉ પણ બળાત્કારના ગુનામાં સજા થઈ હોય કલમ ૩૭૬(ઈ) મુજબ આજીવન કેદની સજા ફટકારી હતી.

કેસની વિગત એવી છે કે, ભરૃચ બી.ડીવીઝન ખાતે આરોપી ઉસ્માનગની ઉર્ફે નિઝામુદ્દીન પટેલ સામે પૂર્વ પ્રેમીકાએ પતિને લગ્ન પહેલાના સંબંધો જણાવી દેવાની ધમકી આપી વખતોવખત અવારનવાર દુષ્કર્મ ગુજાર્યુ હતુ. આરોપી પરિણતાનો દિયર થતો હોય તેણે પોતાના ભાઈને લગ્ન પહેલાના તમામ સંબંધો જણાવી દઈ અને તેના બાળકોને મારી નાંખવાની ધમકીઓ આપી હતી. બ્લેકમેઈલીંગ કરી દિયર ઉસ્માનગની દ્વારા ગુજારાતા દુષ્કર્મના બે બનાવને ભોગ બનનારની દિકરીએ પણ જોયા હતા.

વારંવારના બળજબરી પુર્વક દુષ્કર્મ અને બ્લેકમેઈલીંગથી કંટારી પરિણતાએ રર નવેમ્બર ર૦૧૪ માં પોતાના પતિને જાણ કરતા બી.ડીવીઝન પોલીસ મથકે દિયર ઉસ્માનગની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે કેસ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો સરકાર તરફે મદદનીશ જિલ્લા સરકારી વકીલ આર.જે.દેસાઈ હાજર રહી મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા. ચાલુ કેસ દરમિયાન આરોપી અગાઉ પણ બળાત્કારના ગુનામાં સજા પામ્યો હોય તેવી વિગતો બહાર આવી હતી. જેને ધ્યાને લઈ બીજા અધિકસત્ર ન્યાયાધીશ જી.એમ.પટેલે કલમ ૩૭૬(ઈ) નો ઉમેરો કરાવી આરોપી ઉસ્માનગની ઉર્ફે નિઝામુદ્દીન પટેલને દુષ્કર્મના ગુનામાં આજીવન કેદની સજા ફટકારી હતી.