Bharuch: Outrage among people over BJP woman member Shailaben Patel's Facebook post
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ભરૂચ: ભાજપના મહિલા સભ્યની ફેસબુક પોસ્ટથી લોકોમાં આક્રોશ, રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવા માંગ

ભરૂચ: ભાજપના મહિલા સભ્યની ફેસબુક પોસ્ટથી લોકોમાં આક્રોશ, રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવા માંગ

 | 7:23 pm IST
  • Share

ભરૂચ જિલ્લામાં અનુસૂચિત જાતિ અંગે ટિપ્પણી કરવાની અનેક ફરિયાદો સામે આવે છે અને તાજેતરમાં ભરૂચ જિલ્લા પંચાયતના ઝાડેશ્વર બેઠક ઉપરથી ચૂંટાઈ આવેલા મહિલા સભ્ય શૈલાબેન પટેલે અનુસૂચિત જાતિ અને ભારતીય બંધારણ અંગે ગંભીર ટિપણી સોશિયલ મીડિયા ઉપર કરતાં અનુસૂચિત જાતિના લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. જેના પગલે અનુસૂચિત જાતિના લોકોએ મહિલા સભ્ય સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની માગણી સાથે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે દોડી આવી આક્રોશ ઠાલવ્યો હતો. આ મામલે 24 કલાકમાં ગુનો દાખલ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

ભરૂચ જિલ્લા પંચાયતની મહિલા સભ્ય ઝાડેશ્વર બેઠક ઉપરથી ચૂંટાઈ આવેલા શૈલાબેન પટેલે પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ અપલોડ કરી હતી. જેમાં અનુસૂચિત જાતિના લોકોની બદનામી થાય તેવી પોસ્ટ મૂકવામાં આવી હતી. અને આ પોસ્ટમાં લખાણ લખેલું કે ‘કાબિલ મત બનો દલિત બનો, અલ્પસંખ્યક બનો કામયાબી જખ માર કે પીછે આયેગી’. ભારતીય સંવિધાન. આ લખાણનો અર્થ એ થાય છે કે અભણ રહેવા કરતા ઉંચા લોકો સાથે સારા સંબંધ રાખો? અને સંવિધાન પણ આવું જ કહે છે તેમ શૈલાબેન પટેલનું માનવું છે. શૈલાબેન પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખના દાવેદાર હતા પરંતુ તેઓને પક્ષે પડતા મૂકયાં હોવાના કારણે તેઓ સોશિયલ મીડિયા ઉપર પોતાની ભડાસ કાઢી રહ્યા હોવાના આક્ષેપો પણ થયા છે.

મીડિયામાં અહેવાલો પ્રકાશિત થયા બાદ શૈલાબેન પટેલ પોતે દૂધે ધોયેલા હોય તેમ પોતાના ફેસબુક ઉપર અપલોડ કરેલી પોસ્ટ તાત્કાલિક ડીલીટ કરી દીધી? અને જાણે અજાણ બનીને રહેતા હોય ત્યારે શૈલાબેને રજુ કરેલી પોસ્ટ ઉપરથી એવું સાબિત કરવા માંગે છે કે ભારતીય બંધારણ ઉપરવટનો કાયદો શૈલાબેન ઘડવા જઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ભારતીય બંધારણનું અપમાન પણ થયું હોય જેના કારણે ઝાડેશ્વર ગામના સમસ્ત અનુસૂચિત જાતિના લોકોની માંગણી છે કે, એટ્રોસિટી અને રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરી કાર્યવાહી થવી જોઈએ. જેથી કરી આવા છટકી ગયેલા ભાજપના હોદ્દેદારોની શાન ઠેકાણે આવે? આગામી 24 કલાકમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે તો નાછુટકે ઉગ્ર આંદોલન કરવું પડે તેવી ચીમકી પણ અનુસૂચિત જાતિના લોકોએ ઉચ્ચારી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો