ભરૂચ: મૃતદેહ શબવાહિનીના બદલે કચરો ઉઠાવતા વાહનમાં લઇ જવાયો - Sandesh
  • Home
  • Bhuj
  • ભરૂચ: મૃતદેહ શબવાહિનીના બદલે કચરો ઉઠાવતા વાહનમાં લઇ જવાયો

ભરૂચ: મૃતદેહ શબવાહિનીના બદલે કચરો ઉઠાવતા વાહનમાં લઇ જવાયો

 | 10:18 pm IST

જંબુસર સેનસ્વરૃપ હવેલીના મકાનમાં રહેતાં બિમલ ઠાકોરદાસ હલદર (ઉ.વ.૬૦) નું આકસ્મીત મોત થયું હતું. આ મૃતકને હોસ્પિટલમાં ખસેડવા માટે શબવાહીનીના બદલે પાલિકાના કચરો ઉઠાવતા ટ્રેકટરમાં લઇ જવાયો હતો.

જંબુસર સેન સ્વરૃપ હવેલીના મકાનમાં બિમલ ઠાકોરદાસ (બંગાલી) ઉ.વ.આ. ૬૦ નાઓ ભાડેથી રહેતાં હતા અને જંબુસર નગીના મસ્જીદ પાસે ભાડાની દુકાન રાખી આયુર્વેદિક દવાનું વેચાણ કરતા હતા. સવારના આઠના અરસામાં ટ્રસ્ટના ટ્રસ્ટીએ જંબુસરના સામાજીક કાર્યકર પ્રવિણભાઇ શાહને જણાવેલ કે ટ્રસ્ટના મકાનમાં રહેતો બંગાલી ડોકટર કોઇ આકસ્મીક રીતે મકાનમાં મરણ પામેલ છે. જે અંગે પોલીસને જાણ કરતા જંબુસર પોલીસ ઘટના સ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. મૃતકના કોઇ વાલી વારસ સાથે રહેતા ન હોય વડોદરા એસએસજી કોલ્ડરૃમ ખાતે લઇ જવામાં આવ્યા હતા. સમગ્ર બનાવ અંગે વધુ તપાસ જંબુસર પીએસઆઇ ચલાવી રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે મૃતદેહને હોસ્પિટલમાં ખસેડવા માટે શબવાહીનીના બદલે નગરપાલિકાના કચરો ઉઠાવવાના ટ્રેકટરમાં લઇ જવાયા હતા. જંબુસરના દવાખાનાઓમાં એમ્બ્યુલન્સની સુવિધા છે પણ સરકાર તરફથી તાલુકામાં સબવાહીની ફાળવવાની જોગવાઇ ન હોવાથી મૃતદેહને ખાનગી વાહનોમાં ખસેડવાની ફરજ પડે છે. જંબુસર રેફરલમાં શબવાહીનીની ફાળવવામાં આવે તેવી લોકબુમ ઉઠવા પામી છે.