ભરૂચ: રખડતા સ્વાને બચકું ભરતા શ્રમજીવી પરિવારનાં એકનાએક બાળકનું મોત - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhuj
  • ભરૂચ: રખડતા સ્વાને બચકું ભરતા શ્રમજીવી પરિવારનાં એકનાએક બાળકનું મોત

ભરૂચ: રખડતા સ્વાને બચકું ભરતા શ્રમજીવી પરિવારનાં એકનાએક બાળકનું મોત

 | 4:22 pm IST

સ્વાન દ્વારા એક બાળકને ગળાનાં ભાગે બચકું ભરવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. ભરૂચના ખોજબલ ગામમાં શ્રમજીવી પરિવારનાં એકનાં એક બાળકને ખેતરમાં રખડતા સ્વાને બચકું ભરતા તેનું કરૂણ મોત નિપજ્યું છે. માતા-પિતા ખેતરમાં ખેત મજૂરી કરી રહ્યા હતા તે દરમિયાન ઘોડિયામાં સુવડાવેલા બાળક પર સ્વાને હુમલો કરતા બાળકનું મોત નીપજ્યું હતું.

ભરૂચના વાગરા તાલુકામાં આવેલ ખોજબલ ગામે શ્રમજીવી પરિવાર રોજિંદી કામગીરી માટે ખેતરમાં આવ્યો હતો અને પોતાના એક વર્ષીય બાળક રાકેશને નજીકમાં જ ઘોડિયું બાંધીને સુવડાવ્યો હતો. પતિ પત્ની પોતના કામમાં વ્યસ્ત હતા તે સમયે એકાએક ખેતરમાં રખડતું એક સ્વાન આવી ઘોડિયામાં સુતેલા બાળકને ગળાના ભાગે બચકું ભરી ખેંચીને લઈ જતા બાળકે રડારોળ કરી હતી. દરમિયાન બાળકની ચિચિયારીઓ સાંભળતા તેના માતા-પિતા દોડી આવતા સ્વાન બાળકને મૂકી નાસી છૂટ્યું હતું. હેબતાઈ ગયેલા મતા પિતાએ બાળકને જોતા તેને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

બાળકને ગળાનાં ભાગે ગંભીર ઇજા જોઇ માતા-પિતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઇ ગયા હતાં. સૌપ્રથમ બાળકને સારવાર માટે નવેઠા ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેને વધુ સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું હતું. પરંતુ ગંભીર ઈજાઓના પગલે ઇજાગ્રસ્ત એક વર્ષીય બાળક રાકેશનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. ઘટનાને પગલે શ્રમજીવી પરિવારના સભ્યોએ પોતાનો એકનો એક દીકરો ગુમાવતા સિવિલ હોસ્પિટલ પર આક્રંન્દ જોવા મળ્યો હતો.