ભચાઉઃ મિલકત પચાવવા માટે પત્ની, સતાનોએ વૃદ્ધને સમય પહેલા જ જાહેર કર્યા મૃત - Sandesh
  • Home
  • Bhuj
  • ભચાઉઃ મિલકત પચાવવા માટે પત્ની, સતાનોએ વૃદ્ધને સમય પહેલા જ જાહેર કર્યા મૃત

ભચાઉઃ મિલકત પચાવવા માટે પત્ની, સતાનોએ વૃદ્ધને સમય પહેલા જ જાહેર કર્યા મૃત

 | 3:08 pm IST

ભચાઉ તાલુકાના છાડવારા ગામમાં પત્ની તથા પુત્રોએ પિતાને ત્રણ દિવસ પહેલા મૃત દર્શાવી તેના ખોટા આધારો બનાવી ખોટી વારસાઈ નોંધ પડાવી નાખ્યાના ચર્ચાસ્પદ બનાવમાં છાડવારાના તત્કાલીન અને હાલે ચોબારીમાં ફરજ બજાવતા તલાટીની ભૂમિકા અંગે તપાસ શરૂ થઈ છે.

ભચાઉ પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ ગઈ તા. 5-6-1995માં આ કારનામું આચરવામાં આવ્યું હતું. તાલુકાના વોંધ ગામે રહેતા આરોપી ચામરિયા બેનાબેન પ્રેમજી તથા તેમના પુત્રો ચામરિયા દામજી પ્રેમજી, ચામરિયા રાજેશ પ્રેમજી, ચામરિયા લાવજી પ્રેમજી તથા ચામરિયા ખીમજી પ્રેમજી તમામે પ્રેમજી નાનજીનું તા.8-6-1995નાં અવસાન થયું હોવા છતાં વારસાઈ નોંધ કરાવવા માટે પ્રેમજીભાઈનું તા.5-6-1995ના મૃત્યુ નીપજ્યું હોવાનાં ખોટા આધારો બનાવી લીધી હતી.

ત્યારે વારસાઈ નોંધમાં ગોટાળાની ગંધ આવી જતાં તે અંગે કલેક્ટર પાસે ફરિયાદ કરવામાં આવી હતી. જેથી તપાસ દરમિયાન વારસાઈ નોંધ ખોટી હોવાનું બહાર આવતાં છાડવારાના તલાટી પરેશ ભરત પટેલને ફોજદારી નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. ખોટી વારસાઈ નોંધ સંદર્ભે પીએસઆઈ જે.બી.ચૌધરી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવી છે.