બુરાડી કેસ: 1 રૂમ, 11 લોકો, 1 ખાસ દિવસે સાથે ઉંઘતો હતો આખો પરિવાર, જાણો શું છે રહસ્ય? - Sandesh
  • Home
  • Featured
  • બુરાડી કેસ: 1 રૂમ, 11 લોકો, 1 ખાસ દિવસે સાથે ઉંઘતો હતો આખો પરિવાર, જાણો શું છે રહસ્ય?

બુરાડી કેસ: 1 રૂમ, 11 લોકો, 1 ખાસ દિવસે સાથે ઉંઘતો હતો આખો પરિવાર, જાણો શું છે રહસ્ય?

 | 5:29 pm IST

4 દિવસ પહેલા દિલ્હીમાં દર્દનાક ઘટનાના પગલે દિલ્હીને હચમચાવીને રાખી દીધું હતું. એક જ પરિવારના 11 લોકો પોતાના ઘરમાં લટકતા જોવા મળ્યા હતા. દિલ્હીના બુરાડી વિસ્તારમાં બનેલી આ ઘટનાએ તમામને ચોંકાવીને રાખી દીધા હતા. આ કેસમાં નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. અધ્યાત્મથી લઈને હત્યા સુધીના તમામ એન્ગલની તપાસ થઈ ચૂકી છે. પરંતુ રહસ્ય ઉકેલાતું નથી. પરંતુ પોલીસને હાલ એક અલગ એન્ગલ મળ્યું છે. ભાટિયા પરિવારના સૌથી નાનો પુત્રનું અલગ વર્ચસ્વ હતો. તેનો પરિવાર તેની કોઈ વાત ટાળતો નહોતો. પોલીસના વરિષ્ઠ અધિકારીઓના મતે, તે રેકી અને વૈકલ્પિક સારવાનનો ઉપયોગ કરતો હતો. ઈજાના કારણે પોતાનો અવાજ ખોયા બાદ આધ્યાત્મિક અને રહસ્યમય સાહિત્ય વાંચવાનું શરૂ કરી દીધું હતું. આ કારણે છેલ્લા કેટલાક દિવસોથી આખો પરિવાર એક સાથે ઉંઘતો હતો, પરંતુ સવાલ એ છે કે એવું શા માટે?

એક રૂમમાં એક સાથે ઉંઘતો હતો પરિવાર
અમુક અનુષ્ઠાનો અનુસાર, પરિવારનો દરેક સભ્ય એક ખાસ દિવસે એક રૂમમાં સાથે ઉંઘતો હતો. ઘરમાં મળેલા અમુક આધ્યાત્મિક નોટ્સમાં આ વાત સામે આવી છે. એક ખાસ દિવસે આખો પરિવાર ભવનેશના રૂમમાં ઉંઘતો હતો, જ્યારે બીજા એક ખાસ દિવસે બીજા રૂમમાં એક સાથે ઉંઘતા હતા. પીડિત નારાયણી દેવીની પુત્રી સુજાતા નાગપાલે કહ્યું કે, આત્મહત્યા કરવાનું કોઈ વિશ્વસનીય પ્રમાણ મળ્યું નથી. જ્યારે બધુ બરાબર ચાલી રહ્યું હતું તો કોઈ શા માટે મોતને ગળે લગાવે? સુજાતા નાગપાલે સીબીઆઈ તપાસની માંગણી કરી પણ કરી છે.

આસપાસના લોકો અને સંબંધીઓએ જણાવ્યું કે, આખા પરિવારનું રોજ એક રૂટિન હતું. જનરલ સ્ટોર સવારે 5.30 વાગે ખૂલતો હતો, ત્યારે દૂધ સપ્લાયની ગાડી આવતી હતી. ત્યારબાદ બન્ને ભાઈ લલિત અને ભાવેશ, પોતાની પત્નીઓની સાથે મંદિર જતો હતો. તેમના બાળકો રોજ સવારે 7.30 વાગે સ્કૂલની બસ પકડતો હતો. પ્લાયવુડની બીજી દુકાન સવારે 9 વાગે ખૂલતી હતી. પ્રિયંકા પણ તે સમયે પોતાની ઓફિસ માટે નિકળતી હતી. ત્યારબાદ આખો પરિવાર અડધા કલાકની પુજા કરતો હતો. ત્યારબાદ પ્રતિભા બાળકોની બેચનું ટ્યૂશન કરાવતી હતી. સાંજે પ્રતિભાની પાસે ટ્યૂશન માટે બાળકોની બીજી બેચ આવતી હતી.