લગ્ન માટે સજીધજીને નીકળેલા લોકો ટ્રકના ભાર નીચે ચગદાઈ ગયા - Sandesh
NIFTY 10,124.35 +30.10  |  SENSEX 32,996.76 +73.64  |  USD 65.1900 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • લગ્ન માટે સજીધજીને નીકળેલા લોકો ટ્રકના ભાર નીચે ચગદાઈ ગયા

લગ્ન માટે સજીધજીને નીકળેલા લોકો ટ્રકના ભાર નીચે ચગદાઈ ગયા

 | 4:25 pm IST

ભાવનગર-રાજકોટ હાઈવે પર આજે વહેલી સવારે થયેલા અકસ્માતમાં 31 જેટલા જાનૈયાઓ કાળનો કોળિયો બન્યા હતા. કોળી સમાજના યુવકના લગ્ન હોઈ અનિડા ગામથી જાનૈયાઓનો ટ્રક ટાટમ ગામે જવા નીકળ્યો હતો. પરંતુ રંધોળા પાસેના એક પુલ પરથી ટ્રક નાળામા ખાબક્યો હતો. આ અકસ્માત એટલો કરુણ હતો, કે ટ્રક પલટાઈ જવાથી, ટ્રકમા બેસેલા તમામ જાનૈયા ટ્રકના ભાર નીચે ચગદાઈ ગયા હતા. આ અકસ્માત બાદ મદદે પહોંચેલા લોકોમાં પણ અરેરાટી ફેલાઈ ગઈ હતી. અકસ્માતને પગલે મૃતદેહોના ઢગલા થઈ ગયા હતા. સ્થાનિકોએ આ અકસ્માતોના વીડિયો બનાવ્યા હતા, જે સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા. અકસ્માતમાં કુલ 31 જણાનો ભોગ લેવાયો છે તેવો સત્તાવાર આંકડો જાહેર કરાયો છે. બનાવની જાણ થતાં જ ભાવનગર, સિહોર, ઉમરાળાથી ફાયર બ્રિગેડનો કાફલો અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમા ખસેડાયા હતા. આ અકસ્માતમાં વરરાજાના માતા-પિતા, દાદી અને બહેનનું પણ મોત થયું છે.