35 જણાનો ભોગ લેનાર રંઘોળા અકસ્માતનો ટ્રક ડ્રાઈવર આખરે પકડાયો - Sandesh
NIFTY 11,394.70 -34.80  |  SENSEX 37,753.32 +-115.91  |  USD 69.5300 +0.71
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • 35 જણાનો ભોગ લેનાર રંઘોળા અકસ્માતનો ટ્રક ડ્રાઈવર આખરે પકડાયો

35 જણાનો ભોગ લેનાર રંઘોળા અકસ્માતનો ટ્રક ડ્રાઈવર આખરે પકડાયો

 | 3:46 pm IST

35 જણાનો જીવ જોખમમા મૂકીને ટ્રક રમરમાટ રીતે ભગાવનાર રંઘોળા અકસ્માતનો ડ્રાઈવર આખરે પકડાઈ ગયો છે. તેની ધરપકડમાં એવો મોટો ખુલાસો થયો છે, જેને જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. આ ડ્રાઈવર પાસે લાયસન્સ જ ન હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગરના રંઘોળામાં ગોઝારો અકસ્માત સર્જનાર ડ્રાઈવરની ધરપકડ કરાઈ છે. આ ટ્રક ડ્રાઈવરનું નામ નીતિન લાલજી વાઘેલા છે. અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર કુંઢળી ગામમાં છુપાયો હતો, અને આખરે પોલીસના હાથમાં આવ્યો હતો. અકસ્માત સર્જયા બાદથી જ નીતિન વાઘેલા ફરાર થઈ ગયો હતો. તેણે આત્મહત્યા કરી હોય તેવી પણ અફવાઓ ફેલાઈ હતી. પણ આખરે તે પકડાતા, એક્સિડન્ટ કેવી રીતે થયો તેનુ ખરુ કારણ જાણી શકાશે. ડ્રાઈવરની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે, આ ટ્રક ડ્રાઈવર પાસે લાયસન્સ જ ન હતું અને તેની પાસે લાયસન્સ ન હોવાની જાણ ટ્રક માલિકને હતી. તેમ છતાં તેને ટ્રક ચલાવવા આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમા જ ભાવનગરના અનિડાથી ટાટમ ગામ જવા માટે એક પરિવાર જાનૈયાઓને લઈને લગ્ન માટે નીકળ્યો હતો. આ જાનૈયાઓ ટ્રકમા નીકળ્યા હતા. ટ્રકને રંઘોળા પાસે અકસ્માત થતા ટ્રક નાળામાં ખાબકી હતી. જેને કારણે 31 લોકોના મોત થયા હતા. હાલ આ મૃત્યુઆંક 35 પર પહોંચી ગયો છે. આ અકસ્માતને કારણે લગ્ન જેવો ખુશીનો પ્રસંગ માતમાં ફેરવાઈ ગયો હતો. અનિડા માટે એકસાથે અનેક અર્થી ઉઠતા કમકમાટીભર્યા દ્રશ્યો સર્જાયા હતા.