college student arrested with marijuana in Bhavnagar
  • Home
  • Bhavnagar
  • ભાવનગરમાં કોલેજનો વિદ્યાર્થી ગાંજા સાથે ઝડપાયો

ભાવનગરમાં કોલેજનો વિદ્યાર્થી ગાંજા સાથે ઝડપાયો

 | 3:35 pm IST

ભાવનગર SOG પોલીસે કોલેજના વિદ્યાર્થીને ગાંજા સાથે ઝડપી લીધો છે. સહજાનંદ કોલેજમાં બીબીએમાં અભ્યાસ કરતા આ વિદ્યાર્થી પાસે 11 પેકેટ ગાંજો મળી આવ્યો હતો. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ વિદ્યાર્થી ઇ પેમેન્ટથી અમદાવાદથી પાર્સલ મંગાવતો હતો. વિદ્યાર્થી અને તેના મિત્રો ગાંજાના રવાડે ચડી ગયા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.

પોલીસે વિદ્યાર્થી પાસેથી ગાંજો અને સ્કૂટર જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથધરી હતી. મળતી માહિતી પ્રમાણે બાતમીના આધારે એસઓજીએ એક્ટિવા ઉપર જતા યુવકની તપાસ કરતા તેની પાસેથી ગાંજો મળતા તેની અટકાય કરી હતી.

પોલીસે તેની પૂછપરછ કરતા તે ભાનગરની સહજાનંદ કોલેજમાં બીબીએનો અભ્યાસ કરતો હતો. તેની પાસેથી પોલીસે 11 પેકેટ ગાંજો જપ્ત કર્યો હતો.આ વિદ્યાર્થી ઇ પેમેન્ટથી અમદાવાદથી પાર્સલ મંગાવતો હતો. વિદ્યાર્થી અને તેના મિત્રો ગાંજાના રવાડે ચડી ગયા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. પોલીસે વિદ્યાર્થી પાસેથી ગાંજો અને સ્કૂટર જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન