Bhavnagar Ganesh will become a doctor after the Supreme Court order
  • Home
  • Bhavnagar
  • 3 ફુટ હાઇટ, 15 કિલો વજન ધરાવતો ભાવનગરનો ગણેશ SCના આદેશ બાદ બનશે ડોક્ટર

3 ફુટ હાઇટ, 15 કિલો વજન ધરાવતો ભાવનગરનો ગણેશ SCના આદેશ બાદ બનશે ડોક્ટર

 | 3:43 pm IST

ગુજરાતનાં ભાવનગર નિવાસી ગણેશનું સપનું ડોક્ટર બનીને દર્દીઓની સેવા કરવાનું છે. પરંતુ તેમના આ સપનાને ત્યારે ઝાટકો વાગ્યો જ્યારે માત્ર હાઇટ અને વિકલાંગતાનાં કારણે તેને રાજ્ય સરકારે એમબીબીએસમાં દાખલો આપવાથી ઇન્કાર કરી દીધો. જોકે, ગણેશે હાર ન માની અને કાયદાકીય લડાઇ લડવાનો નિર્ણય લીધો. તે હાઇકોર્ટ ગયા, પરંતુ ત્યાં પણ તેને ઝટકો મળ્યો. બાદમાં ગણેશે સુપ્રીમકોર્ટમાં પોતાની લડાઇ લડી. હવે સુપ્રીમ કોર્ટે તેમના હકમાં નિર્ણય સંભળાવ્યો છે અને આ સાથે જ ગણેશનાં ડોક્ટર બનવાનું સપનુ સાકાર થવા જઇ રહ્યું છે.

ગણેશે ગત વર્ષે NEETની પરીક્ષામાં 233 અંક મેળવ્યા હતાં. પરંતુ તેને એડમિશન મળ્યુ નહી. કારણ બતાવવામાં આવ્યું કે, તેમની હાઇટ અને વિકલાંગતાનાં કારણે તેમને ઓપરેશન સહિત અન્ય મહત્વનાં કાર્યોમાં અડચણ આવશે, જે ડોક્ટર માટે આવશ્યક છે. જોકે, ગણેશ આ નિયમ વિરૂદ્ધ હાઇકોર્ટમાં ગયા. હાઇકોર્ટે પણ તેમની સરકારના નિર્ણયને પડકાર આપતી તેમની અરજીને ફગાવી દીધી.

ત્યાં જ ગણેશે પણ વિચારી લીધુ હતું કે, પોતાના સપનાને સાકાર કરવા માટે તે છેલ્લે સુધી લડાઇ લડશે. હાઇકોર્ટનાં નિર્ણય વિરૂદ્ધ ગણેશે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં સાફ કર્યુ કે, માત્ર શારિરીક અક્ષમતા અને હાઇટનાં કારણે આપણે કોઇના સપનાને સાકાર થતા રોકી ન શકીએ. આ પછી સુપ્રીમ કોર્ટે તમામ ત્રણ દાખલાઓને રોકવામા આવ્યા હતા , તેમને ફરીથી તક આપવાનો આદેશ કર્યો.

સુપ્રીમ કોર્ટનાં નિર્ણય પછી ગણેશ સહિત તેમનો સંપૂર્ણ પરિવાર ખુશ છે. ગણેશ હવે 18 વર્ષનાં થઇ ગયા છે અને હવે તેમનો વજન પણ 1 કિલો વધીને 15 કિલોગ્રામ થઇ ગયો છે. ગણેશને હવે લાગી રહ્યું છે કે, તેઓ ડોક્ટર બની લોકોની સેવા કરવાનું સપનું સાકાર થશે. આ અઠવાડિયે જ તેઓ ભાવનગર ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં દાખલો લેવા જઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન