Bhavnagar In Corona raises its head again: One death, three positive cases
  • Home
  • Bhavnagar
  • સાવધાન ગુજરાત: ભાવનગરમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યુ: એક મોત, નોંધાયા આટલા પોઝિટીવ કેસ

સાવધાન ગુજરાત: ભાવનગરમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યુ: એક મોત, નોંધાયા આટલા પોઝિટીવ કેસ

 | 7:02 am IST
  • Share

ભાવનગર શહેર અને જિલ્લામા ઘણા ત્રણ માસથી કોરોનાના કેસમા સાવ ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે આજે કોરોનાએ ફરીથી માથુ ઉંચક્યુ હોય તેમ લાગી રહ્યુ છે.

ભાવનગરમા એક વ્યક્તિનું કોરોનાથી મોત નિપજ્યુ છે. જયારે ૩ પોઝીટીવ કેસ નોંધાયા છે. આમ કોરોનાના લીધે અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક ૧૩૮ થયો છે. જો કે, ઘણા લાંબા સમય બાદ કોરોનાથી મોત નિપજ્યુ હોવાનો બનાવ બન્યો છે.

કોરોનાની બીજી લહેર એપ્રિલ અને મે માસમા હતી ત્યારે ભાવનગર શહેર સહિત જિલ્લામા સરકારી અને ખાનગી હોસ્પીટલો દર્દીઓથી ઉભરાઈ રહી હતી. ઓક્સિજન, બેડ સહિતની વિવિધ મેડીકલ સાધનોની માંગમા વધારો જોવા મળ્યો હતો. મૃત્યુઆંક અને પોઝીટીવ કેસનો આંકડો રોકેટગતિએ ઉંચે ચડેલો જોવા મળ્યો હતો.

જો કે, જુન માસના પ્રારંભથી પોઝીટીવ કેસની સંખ્યામા એકાએક ઘટાડો જોવા મળ્યો હતો. જુલાઈ અને ઓગસ્ટમા મૃત્યુઆંક સાવ નહિવત જોવા મળ્યો હતો. ભાવનગરમા અત્યાર સુધીમા કોરોનાના કુલ પોઝીટીવ કેસ ૭,૪૩૩ નોંધાયા છે. જ્યારે ૭,૨૧૯ દર્દીઓને સારવાર બાદ સ્વસ્થ થતા રજા આપવામા આવી છે. જ્યારે ૪ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

ઉપરાંત હોમ આઈસોલેશનમા ૦૪ દર્દી તથા હોમ કોરોન્ટાઈનમા ૬૨ દર્દીહોવાનુ જાણવા મળ્યુ છે.જ્યારે કોરોનાના લીધે અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક ૧૩૮ થયો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો