Bhavnagar is on First Number in Millet Production in State
  • Home
  • Bhavnagar
  • ગુજરાતનાં આ શહેર માટે વરસાદનું એક-એક ટીપું લક્કી સાબિત થયું, બનાવી નાખ્યો રેકોર્ડ

ગુજરાતનાં આ શહેર માટે વરસાદનું એક-એક ટીપું લક્કી સાબિત થયું, બનાવી નાખ્યો રેકોર્ડ

 | 1:09 pm IST

સમગ્ર રાજ્યમાં સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે અને સૌરાષ્ટ્રમાં ખરીફ પાક ગણાતા બાજરાના વાવેતર સાથે ભાવનગર સમગ્ર સૌરાષ્ટ્રમા પ્રથમ નંબર સ્થાને આવ્યું જ્યારે રાજ્યમાં બનાસકાંઠા બાદ સૌથી વધુ બાજરાનું વાવેતર ભાવનગરમાં થયું છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે 24,800 હેકટરમાં બાજરાનું વાવેતર થયું છે જ્યારે સમગ્ર સોરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં 35,700 હેકટર બાજરાનું વાવેતર થયું છે.

ભાવનગર જિલ્લામાં આ વર્ષે સારો વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. આ સારા વરસાદને કારણે ભાવનગર જિલ્લામાં ખરીફ પાકમાં આવતા બાજરાના વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ વર્ષે ભાવનગરમાં 69.47 ટકા બાજરાનું વાવેતર જોવા મળ્યું છે એટલે કે 24,800 હેકટરમાં બાજરાનું વાવેતર જોવા મળ્યું છે સમગ્ર રાજ્યની વાત કરીએ તો રાજ્ય માં 1,72,100 હેકટરમાં બાજરાનું વાવેતર થયું છે.

ભાવનગર જિલ્લામાં બાજરાનું વાવેતર થવા પાછળ એક મુખ્ય ઉદ્દેશ્ય પણ એ છે કે અહીં દરિયાઈ વિસ્તાર વધારે છે જ્યારે સૌથી વધુ ખેડૂતો સાથે ખેતી કરતા લોકો ઘઉં ના ખોરાક ને બદલે બાજરા નો ઉપયોગ વધારે કરે છે આ કારણે પણ અહીંયા બાજરાનું વાવેતર વધારે પ્રમાણમાં જોવા મળે છે.

 આ વીડિયો પણ જુઓ: દિલ્હી એરપોર્ટ પરથી ગુજરાતી યુવક ઝડપાયા બાદ CISF હરકતમાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન