હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો ગુજરાતનો બીજો અૈતિહાસિક બનાવ, જરૂરથી જોઈ લેજો આ video - Sandesh
  • Home
  • Videos
  • હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો ગુજરાતનો બીજો અૈતિહાસિક બનાવ, જરૂરથી જોઈ લેજો આ video

હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો ગુજરાતનો બીજો અૈતિહાસિક બનાવ, જરૂરથી જોઈ લેજો આ video

 | 6:13 pm IST

‘જન સેવા એ જ પ્રભુ સેવા’ ઉક્તિને યથાર્થ ઠરાવતી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની ગ્રીન કોરીડોર સીસ્ટમ સાથેની ગુજરાત રાજ્યમાં સૂરતમાં પ્રથમ બાદ ભાવનગર જિલ્લાની બીજી અને સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ ઐતિહાસિક ઘટના ઘટી હતી. જેમાં મહુવા શહેરમાં રહેતાં કોળી યુવકને તબીબે બ્રેઈનડેડ જાહેર કર્યા બાદ તેના હૃદય, કીડની, લીવર, આંખ સહિતના અંગોને નિષ્ણાંત તબીબી ટીમ દ્વારા અન્ય દર્દીઓમાં ફીટ કરી નવી જિંદગી પુરી પાડવાની સંમતિ દર્દીના સગાએ આપી હતી. આજે ભાવગનરની બજરંગદાસબાપા હોસ્પિટલમાં મુંબઈથી સ્પેશ્યલ પ્લેન મારફતે તબીબી ટીમે આવી બ્રેઈનડેડ દર્દીના હાર્ટને આવશ્યક સપોર્ટ સીસ્ટમમાં ગોઠવી સાંજના સુમારે એમ્બ્યુલન્સ પોલીસની ગ્રીન કોરીડોર સીસ્ટમથી એરપોર્ટ પહોંચી વિમાનમાર્ગે મુંબઈ રવાના થઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન