Bhavnagar Muslim youth Threatening To Make Objectionable Photo Viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભાવનગર: યુવતીના ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા પડાવતો વિધર્મી યુવક ઝડપાયો

ભાવનગર: યુવતીના ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા પડાવતો વિધર્મી યુવક ઝડપાયો

 | 2:52 pm IST
  • Share

ભાવનગરના એક વિધર્મી યુવાને ઇન્સ્ટાગ્રામમાં ફેક એકાઉન્ટ ખોલી યુવતી સાથે ફ્રેન્ડશિપ કેળવી તેને લલચાવી-ફોસલાવી ફોટા મેળવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી બરબાદ કરી નાખવાની ધમકી આપતા યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ભાવનગરમાં રહેતા સલમાન અબ્દુલભાઇ શેખ નામના યુવકે આર્યન શાહ નામે ઇન્સ્ટાગ્રામમાં ખોટુ એકાઉન્ટ બનાવીને ફરિયાદી યુવતી સાથે ફ્રેન્ડશીપ કરી હતી. જે બાદ યુવતીને લલચાવી-ફોસલાવી તેના ન્યૂડ ફોટા મેળવી જે સોશિયલ મીડિયામાં વાયરલ કરી બરબાદ કરી નાખવાની ધમકી આપી મોટી રકમ પડાવી લીધી હતી.

જો કે બીજી વખત પણ યુવતીને બરબાદ કરવાની ધમકી આપીને મોટી રકમની માંગણી કરતાં કંટાળેલી યુવતીએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

હાલ તો પોલીસે આ ગુનાના આરોપી સલમાન શેખ (રહે નવાપરા, ભાવનગર)ની તાત્કાલીક ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન