ભાવનગરની સાત રોલિંગ મિલ પર GSTની તપાસ હાથ ધરાઈ - Sandesh
  • Home
  • Gujarat
  • ભાવનગરની સાત રોલિંગ મિલ પર GSTની તપાસ હાથ ધરાઈ

ભાવનગરની સાત રોલિંગ મિલ પર GSTની તપાસ હાથ ધરાઈ

 | 1:18 am IST

। ભાવનગર ।

ભાવનગરની સાત રોલિંગ મિલ પર આજે ગુરુવારે જીએસટી વિભાગની ટીમે તપાસ હાથ ધરતા ખળભળાટ મચી જવા પામેલ છે. ઘણા વર્ષો બાદ સરકારી તંત્રએ એક સાથે સાત રોલિંગ મિલ પર તપાસ શરૂ કરી હોવાનુ જાણવા મળેલ છે. આ તપાસના પગલે બોગસ બિલિંગનુ કરતા લોકોમાં ફફડાટ ફેલાય ગયો છે. ભાવનગરની તપાસમાં અમદાવાદ અને વડોદરાના જીએસટી વિભાગના સ્ટાફની મદદ લેવામાં આવી છે.

થોડા દિવસ પૂર્વે ભાવનગર શહેરમાં જીએસટી વિભાગના અધિકારી દવે સહિતની સ્ટાફે તપાસ કરી બોગસ બિલીંગનો કારોબાર ઝડપી પાડયો હતો. બોગસ બિલીંગના વ્યવહાર કરતી પેઢીઓની જીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેના આધારે માહિતી મેળવી આજે ગુરુવારે સવારે સિહોરની સાત રોલિંગ મિલ પર જીએસટી વિભાગની ટીમ ત્રાટકી હતી. જીએસટી વિભાગના અધિકારી દવે સહિતના સ્ટાફે આજે સવારે ૧૧ કલાકે સિહોરની સાત રોલિંગ મિલ, સાતેય રોલિંગ મિલની શહેરની વાઘાવાડી રોડ પર આવેલ સાતેય ઓફીસ તેમજ તમામ સાતેય વેપારીઓના ઘર પર તપાસ હાથ ધરવામાં આવી હતી.

જીએસટી વિભાગની ટીમે એકી સાથે ર૧ સ્થળે તપાસ શરૂ કરતા ચકચાર મચી જવા પામી હતી અને રોલિંગ મિલના વેપારીઓ ઉંઘતા ઝડપાય ગયા હોવાનુ કહેવાય છે. જીએસટી વિભાગે કોમ્પ્યુટર, જૂની ફાઈલો સહિતની જીણવટભરી તપાસ હાથ ધરી છે અને શંકાસ્પદ વ્યવહાર મળી આવવાની શકયતા છે તેમ જીએસટી વિભાગના સૂત્રોએ જણાવેલ છે. આ તપાસ મોડીરાત સુધી શરૂ હોવાથી તપાસમાં શું બહાર આવ્યુ ? તે જાણવા મળેલ નથી.