ભાવનગરના બ્રેઈનડેડ યુવકના હાર્ટથી મુંબઈકરનું જીવન ધબકતુ કર્યું - Sandesh
  • Home
  • Bhavnagar
  • ભાવનગરના બ્રેઈનડેડ યુવકના હાર્ટથી મુંબઈકરનું જીવન ધબકતુ કર્યું

ભાવનગરના બ્રેઈનડેડ યુવકના હાર્ટથી મુંબઈકરનું જીવન ધબકતુ કર્યું

 | 8:52 pm IST

‘જન સેવા એ જ પ્રભુ સેવા’ ઉક્તિને યથાર્થ ઠરાવતી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની ગ્રીન કોરીડોર સીસ્ટમ સાથેની ગુજરાત રાજ્યમાં સૂરતમાં પ્રથમ બાદ ભાવનગર જિલ્લાની બીજી અને સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ ઐતિહાસિક ઘટના ઘટી હતી. જેમાં મહુવા શહેરમાં રહેતાં કોળી યુવકને તબીબે બ્રેઈનડેડ જાહેર કર્યા બાદ તેના હૃદય, કીડની, લીવર, આંખ સહિતના અંગોને નિષ્ણાંત તબીબી ટીમ દ્વારા અન્ય દર્દીઓમાં ફીટ કરી નવી જિંદગી પુરી પાડવાની સંમતિ દર્દીના સગાએ આપી હતી. આજે ભાવગનરની બજરંગદાસબાપા હોસ્પિટલમાં મુંબઈથી સ્પેશ્યલ પ્લેન મારફતે તબીબી ટીમે આવી બ્રેઈનડેડ દર્દીના હાર્ટને આવશ્યક સપોર્ટ સીસ્ટમમાં ગોઠવી સાંજના સુમારે એમ્બ્યુલન્સ પોલીસની ગ્રીન કોરીડોર સીસ્ટમથી એરપોર્ટ પહોંચી વિમાનમાર્ગે મુંબઈ રવાના થઈ ગયા હતા.

માનવીય સંવેદનાને ઝંઝોળતી ઐતિહાસિક ઘટનાની ઉપલબ્ધ માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં બોમ્બે ગેસ્ટહાઉસ પાછળ રહેતાં રાજુભાઈ બચુભાઈ ધાપા (ઉ.વ.ર૭)ને ગત તા.૧૪/૧૧/ર૦૧૬ ના રોજ દુધાળા રોડ પર બાઈક સ્લીપ થઈ જતાં ગંભીર ઈજા થતાં પ્રથમ મહુવાની હનુમંત હોસ્પિટલ બાદ ભાવનગર સ્થિત ડો.રાજેન્દ્ર કાબરિયાના દવાખાને ખસેડાયાં હતા. જ્યાં માથાના ભાગે ગંભીર ઈજા હોઈ વેન્ટીલેટર સીસ્ટમ પરના દર્દી રાજુભાઈને બ્રેઈનડેડ જાહેર કરી તેના શરીરના હાર્ટ, લીવર, કીડની, આંખ વગેરે અંગો અન્ય જરૃરતમંદ દર્દીઓને આપી નવજીવન બક્ષી માનવીય સેવા કરવા દર્દી રાજુભાઈના માતા કાશીબેન તથા પત્ની ભાવબેન સહિતના સબંધીઓને ડો.કાબરિયા તથા ડો.કાનાણીએ સમજાવી લીધાં હતા. ત્યારબાદ આજે ભાવનગરમાં ઐતિહાસિક ઘટનાક્રમ સર્જાયો હતો.

બ્રેઈનડેડ પેશન્ટ રાજુભાઈના હાર્ટને અન્ય દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ માટે ડો.કાબરિયા તથા બજરંગદાસબાપા હોસ્પિટલના ડો.પ્રજાપતિએ મુંબઈની ર્ફોિટસ હોસ્પિટલના ડો.મૂળેનો સંપર્ક કરતાં ત્યાં દાખલ દર્દી બાલકૃષ્ણ ચોગલે (ઉ.વ.૪૦) રહે.સતારા, મહારાષ્ટ્ર)ને હાર્ટની જરૃર હોવાનું જણાવી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે સ્પેશ્યલ વિમાનમાર્ગે આજે સાંજે ૧૬/૪પ વાગ્યે ભાવનગર એરપોર્ટ થઈ હોસ્પિટલ ટીમ સાથે આવી પહોંચી બ્રેઈનડેડ રાજુભાઈના હાર્ટને સાવચેતીથી કાઢવાની સફળ પ્રોસેસ કરી હતી. જે હૃદયને મુંબઈ પહોંચાડવા માટે જિલ્લા કલેક્ટર હર્ષદ પટેલ, એસ.પી. દીપાંકર ત્રિવેદી, ટ્રાફિક પીઆઈ જે.જી.પટેલ તથા પોલીસ સ્ટાફના સહયોગથી ટ્રાફિક વન વે કરી એટલે કે, ગ્રીન કોરીડોર પાયલોટીંગ સાથે પાનવાડી હોસ્પિટલથી એમ્બ્યુલન્સ દ્વારા પાંચ મિનિટથી ઓછા સમયમાં એરપોર્ટ પહોંચાડી દેવામાં આવતાં તુરંત જ એરપોર્ટ પર તૈનાત સ્પેશ્યલ પ્લેનમાં ડો.મૂળે ટીમ સાથે મુંબઈ દર્દીને નવી જિંદગી પુરી પાડવા રવાના થઈ ગયા હતા.

આમ, ભાવનગરના મહુવાના બ્રેઈનડેડ દર્દીના હાર્ટ સહિતના અન્ય અંગોના પ્રત્યારોપણથી બીજા છ વ્યક્તિને નવા જીવનનો આનંદ માણતાં કરી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન