જુનાગઢ: ભવનાથમાં જામ્યા ગંદકીના થર, હવે કરાશે સાફ - Sandesh
  • Home
  • Gujarat
  • જુનાગઢ: ભવનાથમાં જામ્યા ગંદકીના થર, હવે કરાશે સાફ

જુનાગઢ: ભવનાથમાં જામ્યા ગંદકીના થર, હવે કરાશે સાફ

 | 3:10 pm IST

પાંચ દિવસનો શિવરાત્રી મેળો પુરો થતા ભવનાથ વિસ્તાર ખાલી થઇ ગયો છે. મેળા દરમ્યાન તળેટીમાં થયેલ કચરાનાં નિકાલ માટે મનપાનાં સફાઇ કર્મીઓ દ્વારા સઘન સફાઇ અભિયાન લોકોએ હાથ ધર્યુ છે. જુનાગઢમાં મહાશિવરાત્રીના મેળા નિમિતે ભવનાથ વિસ્તારમાં ભારે ગંદકીના થર જામેલા છે જેને દૂર કરવા અને ભવનાથને સ્વચ્છ કરવા મહાનગર પાલિકા દ્વારા મહા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

જુનાગઢમાં તાજેતરમાં જ શિવરાત્રીનો મેળો સંપન થયો છે ત્યારે મેળામાં આવેલા ભાવિકો દ્વારા કચરો ફેલાયો હતો અને ઠેર-ઠેર કચરાના ગંજ જોવા મળે છે. ભવનાથ વિસ્તારમાં ફેલાયલા કચરાને એકઠો કરવા અને ભવનાથ ક્ષેત્રને સ્વચ્છ કરવા માટે મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 100 કરતા પણ વધારે સફાઈ કર્મચારીઓ કામે લગાડ્યા છે. તેમજ ડોઝર, જેસીબી જેવા મશીનો કામે લાગ્યા છે અને એક જ દિવસમાં 160 ટન કચરો એકત્રિત કરવામાં આવ્યો છે. ત્રણ દિવસ સુધી આ કામગીરી ચાલુ રહેશે અને હજી 10 થી 15 ટન કચરો એકત્રિત કરવામાં આવશે.

તમને જણાવી દઇએ કે, દેશ વિદેશથી પ્રવાસીઓ જૂનાગઢમાં આવે છે. લોકોએ મનથી સ્વચ્છતા કરવી જોઈએ. ભવનાથ પણ કાયમ સ્વચ્છ રહે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા મહા-સફાઈ અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ અભિયાનમાં સાધુ સંતો સાથે શેક્ષણિક સંસ્થાઓ પણ જોડાઈ હતી.