ગિરનાર : મહાશિવરાત્રી પર્વ પર ભવનાથનો મેળો શરૂ થશે 9મીથી - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ગિરનાર : મહાશિવરાત્રી પર્વ પર ભવનાથનો મેળો શરૂ થશે 9મીથી

ગિરનાર : મહાશિવરાત્રી પર્વ પર ભવનાથનો મેળો શરૂ થશે 9મીથી

 | 6:42 pm IST

મહાશિવરાત્રિના મેળામાં ઉમટી પડતી જનમેદની વચ્ચે ગિરનારમાં તેનું વિશેષ મહત્વ જોવા મળે છે. ભવનાથના મેળા તરીકે ઓળખાતા આ મેળામાં ગિરી તળેટીમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે. ચાલુ વર્ષે મહાશિવરાત્રિના મહાપર્વને ધ્યાનમાં લઈને ગિરનાર પર આયોજિત કરાતો શિવરાત્રિનો મેળો, ફેબ્રુઆરીથી 9મી તારીખથી તા.૧3 ફેબ્રુઆરી સુધી યોજવામાં આવશે. મેળામાં કોઈ અસુવિધા ન સર્જાય તે માટે સત્તાવાળા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

ગિરી તળેટીમાં મહાનગરપાલિકાની ઝોનલ ઓફિસની કચેરીમાં કલેકટર ડો. રાહુલ ગુપ્તાના અધ્યક્ષસ્થાને બેઠક મળેલી બેઠકમાં મેળાના આયોજન વિશે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં  સ્વચ્છતા સહિતના મુદ્દાઓ માટે માઇક્રો પ્લાનીંગ કરવા વિશેષ સુચનાઓ આપવામાં આવી હતી.

પોલીસ વિભાગ દ્વારા પુરતો બંદોબસ્ત અને રવેડી દરમ્યાન શ્રધ્ધાળુઓને કોઇ અગવડતા ન પડે તેની તકેદારી રાખવા સુચના આપવામાં આવી હતી. મેળામાં આવનાર યાત્રીકને મેડીકલની ઇમરજન્સી સેવા મળી રહે તે માટે દવાખાના અને જરુરી દવા અને સાધનો તૈયાર રાખવા જણાવવામાં આવ્યું હતું.

ઉલ્લેખનિય છે કે ગિરનાર શિવરાત્રિનો મેળો એ વિશ્વભરમાં જાણીતો છે. તે પૃથ્વી પર શિવ અને જીવનું મિલન સમાય લેખાય છે. આ મેળામાં અનેક સિદ્ધપુરુષો છેક હિમાલયથી આવતા હોવાનું પણ કહેવાય છે. સૌરાષ્ટ્ર ભલે મેળાઓનો દેશ હોય આમછતાં, ભવનાથનો મેળો, તરણેતરનો મેળો અને માધુપુરનો મેળો વિશેષ મહત્વ ધરાવે છે.