ભૈયુજી મહારાજે આત્મહત્યા કરતા પહેલા લખી હતી સુસાઈડ નોટ, આ હતું કારણ - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભૈયુજી મહારાજે આત્મહત્યા કરતા પહેલા લખી હતી સુસાઈડ નોટ, આ હતું કારણ

ભૈયુજી મહારાજે આત્મહત્યા કરતા પહેલા લખી હતી સુસાઈડ નોટ, આ હતું કારણ

 | 4:47 pm IST

આધ્યાત્મિક ધર્મગુરૂ ભૈયુજી મહારાજે આજે પોતાના ઘરમાંજ બંદૂકની ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. તેમને ઈન્દોરની બોમ્બે હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. ભૈયુજીની આત્મહત્યાને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે.

ભૈયુજીએ આત્મહત્યા કરતા પહેલા લખેલી એક ચિઠ્ઠી મળી આવી છે. આ સુસાઈડ નોટમાં ભૈયુજીએ કોઈને પણ આત્મહત્યા માટે જવાબદાર ઠેરવ્યાં નથી. સુસાઈડ માટે તેમણે પારિવારીક ક્લેશને જવાબદાર ઠેરવ્યો છે. જોકે આ સુસાઈટ નોટ તેમના દ્વારા જ લખેવામાં આવેલી છે કે કેમ તેની હજી તપાસ કરવામાં આવી રહી છે.

ભૈયુજીને મધ્ય પ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણ સરકારે રાજ્યમંત્રીનો દરજ્જો આપ્યો હતો. જોકે ભૈયુજીએ કાર અને અન્ય સરકારી સુવિધાઓ સ્વિકારવાનો ઈનકાર કરી દીધો હતો.

ભૈયુજી મહારાજની પહેલી પત્ની માધવીનું નવેમ્બર 2015માં પૂનામાં નિધન થઈ ગયું હતું. તે મહારાષ્ટ્રના ઔરંગાબાદની રહેવાસી હતી. પહેલા લગ્નથી તેમને એક કુહૂ નામની દિકરી છે, જે પૂનામાં રહીને અભ્યાસ કરે છે. ત્યાર બાદ 30 એપ્રિલ 2017ના રોજ મધ્ય પ્રદેશના શિવપુરીની ડૉ, આયુષી સાથે તમના બીજા લગ્ન થયાં હતાં. કહેવામાં આવે છે કે, તેમની પહેલી પત્ની સાથે થયેલી દિકરી અને બીજી પત્ની વચ્ચે સંપત્તિને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આ મામલે થયેલા વિવાદ બાદ તેમણે પોતાને એક રૂમમાં બંધ કરી લીધા અને લમણે ગોળી મારી દીધી હતી.

પારિવારીક કારણોસર હતાશ હતા

ઈન્દોરના ડીઆઈજી હરીનારાયણચારી મિશ્રાને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, તેમની આત્મહત્યા પાછળ પારિવારક કારણ જવાબદાર હોઈ શકે છે.

માથાના ડાબા ભાગે મારી ગોળી, હોસ્પિયલ પહોંચતા પહેલા જ મોત

સીએસપી જયંત રાઠોડના જણાવ્યા અનુંસાર ભૈયુજી મહારાજે સિલ્વર સ્પ્રિંગ સ્થિત પોતાના ઘરમાં જ ગોળી મારી દીધી હતી. તેમને માથાના ભાગે ગોળી વાગી હતી. બોમ્બે હોસ્પિટલના ડૉ. રાહુલ પરાશરના જણાવ્યા પ્રમાણે ભૈયુજી મહારાજને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવ્યાં તેના અડધો કલાક પહેલા જ તેમનું નિધન થઈ ચુક્યું હતું. તેમણે માથાના ડાબા ભાગે ગોળી વાગી હતી.

ભૈયુજી મહારાજના અંતિમ સંસ્કાર આવતી કાલે બુધવારે કરવામાં આવશે. અંતિમ દર્શન માટે નશ્વરદેહને સૂર્યોદય આશ્રમમાં રાખવામાં આવશે.