Bhim Army Chief Chandrashekhar make U-turn, will not Contest Varanasi Seat against PM Modi
  • Home
  • Election 2019
  • ભીમ આર્મીના નેતા ચંદ્રશેખર PM મોદી સામે નહીં લડે ચૂંટણી, બતાવ્યું આ કારણ

ભીમ આર્મીના નેતા ચંદ્રશેખર PM મોદી સામે નહીં લડે ચૂંટણી, બતાવ્યું આ કારણ

 | 10:39 pm IST

ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદએ જાહેરાત કરી છે કે તેઓ વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણી નહીં લડે. આ દરમિયાન ચંદ્રશેખરે ચૂંટણી ન લડવાના કારણ વિશે પણ જણાવ્યું હતું. ચંદ્રશેખરનું કહેવું છે કે તેમને ચૂંટણી ન લડવાનો નિર્ણય એટલા માટે લીધો છે કારણ કે તેઓ ગઠબંધનને કમજોર નથી કરવા માંગતા.

મીડિયા રિપોર્ટ મુજબ ચંદ્રશેખરના સંગઠનનો સાથ સપા-બસપા ગઠબંધનને મળશે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા ચંદ્રશેખરે જાહેરાત કરી હતી કે તેઓ વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે લોકસભા ચૂંટણી લડશે. એક ખાનગી મીડિયાને આપેલ ઈન્ટરવ્યૂમાં ચંદ્રશેખરે કહ્યું કે,‘પહેલા આશા હતી કે મહાગઠબંધન મને સપોર્ટ કરશે પરંતુ મહાગઠબંધનનું સમર્થન ન મળતા મને નિરાશા થઈ હતી. જોકે મારો અંતિમ ઉદ્દેશ્ય બીજેપીને હરાવી છે. બહુજન વોટ મારા લડવાથી વેચાઈ જશે. જો ફૂટ પડશે તો લૂટ મચશે.’

રિપોર્ટ મુજબ વારાણસીથી અત્યાર સુધી પીએમ મોદી સામે ન તો મહાગઠબંધન અને ન તો કોંગ્રેસે તેમના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જોકે બીજેપી તરફથી આ પહેલાથી સ્પષ્ટ હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સંસદીય બેઠકથી ફરીથી ચૂંટણી લડશે. બીજી તરફ સૂત્રોની માનીએ તો કોંગ્રેસ વારાણસીથી પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે.

કોણ છે ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ

સહારનપુરના શબ્બીરપુરમાં દલિતો અને રાજપૂતો વચ્ચે થયેલ જાતીય સંઘર્ષમાં ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખરનું નામ પહેલીવાર ચર્ચામાં આવ્યું હતું. આ જાતીય સંઘર્ષ મે 2017માં થયો હતો. આ ઘટના બાદ જૂન 2017માં ચંદ્રશેખરની ઘરપકડ કરવામાં અવી. નવેમ્બર 2018માં કોર્ટથી જામીન મળ્યા બાદ ચંદ્રશેખર જેલની બહાર આવ્યા અને ત્યાર બાદ તેઓ સ્થાનિક રાજનીતિમાં સક્રિય થયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન