RJD MLA Arun Yadav can be Arrested nytime in Bhojpur Racket case
  • Home
  • India
  • “મને રાત્રે RJDના ધારાસભ્ય પાસે મોકલવામાં આવતી હતી”

“મને રાત્રે RJDના ધારાસભ્ય પાસે મોકલવામાં આવતી હતી”

 | 8:44 pm IST

બિહારમાં શેલ્ટર હોમ કાંડમાંનાની છોકરીઓ સાથે કરવામાં આવતી પાપલીલાના પડઘા હજી માંડ સમ્યા છે ત્યાં વધુ એક શરમજનક ઘટના સામે આવી છે. આ ઘટનામાં તો લાલુ પ્રસાદ યાદવના પક્ષ આરજેડીના ધારાસભ્યનું જ નામ ચર્ચામાં આવ્યું છે. ખુદ સગીર પીડિતાએ પોતાની હ્યદય દ્રાવક આપવીતિ સંભળાવી છે.

 આ સેક્સ રેકેટના તાર પટનાથી લઈ છેક આરા સુધી જોડાયેલા છે. આ કેસમાં આરજેડી ધારાસભ્યનું નામ ત્યારે સામે આવ્યું જ્યારે એક નાબાલિગ પીડિતાએ ધારાસભ્યની સામેલગીરીને લઈને ધડાકો કર્યો. સગીરાએ જુલાઈમાં આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, તેને રાત્રે ધારાસભ્યના ઘરે મોકલવામાં આવતી હતી. પોલીસ તપાસમાં આ વાત સામે આવી કે, આ સેક્સ રેકેટના તાર આરજેડી ધારાસભ્ય અરૂણ યાદવ સાથે પણ જોડાયેલા છે. હવે આ મામલામાં ભોજપુર પોલીસે કોર્ટમાં કેસ ડાયરી જમા કરાવી દીધી છે, અને તેમની ધરપકડ માટે ગમે ત્યારે વોરંટ જાહેર થઈ શકે છે.

આરોપી ધારાસભ્યની ધરપકડને લઈ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. પોલીસ સૂત્રો અનુસાર, ધારાસભ્યને પકડવા માટે પટના, લસાઢી, અગિઆંવ સહિત ઠેકાણા પર રેડ કરવામાં આવી છે.

જોકે, પોલીસ હજુ ધારાસભ્યને શોધી શકી નથી. એવામાં પોલીસ મોબાઈલ સર્વિલન્સના સહારે પણ ધારાસભ્યને શધી રહી છે. તેના માટે એસઆઈટી સાથે-સાથે ડીઆઈયૂની ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે.

ગત 18 જુલાઈએ પીડિત છોકરીએ 164 હેઠળ નોંધાવેલા પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, છોકરીઓને આરાના એક એન્જિનિયરના આવાસ પર અને હોટલોમાં લાવવામાં આવતી હતી. ત્યારબાદ ગત 6 સપ્ટેમ્બરે સેક્સ રેકેટ કાંડમાં પીડિત કિશોરીએ ફરી નિવેદન આરા કોર્ટમાં નોંધાવ્યું હતું. તેમાં નાબાલિગ છોકરીએ આરજેડી ધારાસભ્ય અરૂણ યાદવનું નામ લીધુ હતું, ત્યારબાદ ધારાસભ્યની શોધખોળ પોલીસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આ કેસમાં આરા ટાઉનની પોલીસ સેક્સ રેકેટની સંચાલીકા અનીતા, દલાલ સંજીત અને એન્જિનિયર અમરેશ સિવાય સેક્સ રેકેટનો સંચાલક સંજય યાદવ ઉર્ફે જીજાને જેલ ભેગો કરી ચુકી છે. સીઆઈડી પણ અલગથી કેસને જોઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન