bhojpuri tv actress monalisa quarantine bridal look pictures viral
  • Home
  • Featured
  • Photos: લોકડાઉનમાં આ અભિનેત્રીએ દર્શકોને આપી ભેટ, લાલઘુમ કપડામાં કરાવ્યું ફોટોશુટ

Photos: લોકડાઉનમાં આ અભિનેત્રીએ દર્શકોને આપી ભેટ, લાલઘુમ કપડામાં કરાવ્યું ફોટોશુટ

 | 12:27 pm IST

હાલ સમગ્ર દુનિયામાં કોરોનાને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે લોકો પોતાના ઘરમાં બેસી રહ્યા છે ત્યારે ટીવી એકટ્રેસ મોનાલિસા સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ થઈ ગઈ છે.

આ સમયમાં કલાકારો ઘરમાં રહીને પણ દર્શકો સાથે જોડાયેલા રહે છે. સોશિયલ મીડિયા પર કોઈને કોઈ તસવીરો શેર કરતા રહે છે. મોનાલિસાએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર બ્રાઈડલ લુકની તસવીરો શેર કરી છે જે ખુબજ વાયરલ થઈ રહી છે. દર્શકોને તેનો આ અનોખો અંદાજ ખુબજ પસંદ આવી રહ્યો છે.

ટીવી શોમાં કામ કરતા પહેલા મોનાલિસા ભોજપુરી ફિલ્મોમાં ચમકી ચુકી છે અને મોનાલિસાને તેના દર્શકો ખુબજ પસંદ કરી રહ્યા છે.

આ તસવીરોમાં લાલઘુમ સાડી પહેરીને મોનાલિસાએ બ્રાઈડલ ફોટોશુટ કરાવ્યું છે. એકટ્રેસને જોતાજ દર્શકો મોંમા આંગળી દબાવી લે છે એટલા આકર્ષક પોઝ આપ્યા છે.

કાનમાં કંગન, જ્વેલરી પહેરી મોનાલિસા આકર્ષક લાગે છે. મોનાલિસાના આ લુક પર કમેન્ટ પર કમેન્ટ આવે છે દર્શકો કહે છે દુલ્હનની જેમ સજેલી આ અભિનેત્રી ખરેખર ચાંદનો ટુકડો લાગે છે. લોકડાઉનમાં દર્શકોનું મનોરંજન કરવા માટે મોનાલિસાએ સારો પ્રયાસ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન