Bhopal come up tops in CSE rankings of some Indian cities on clean transportation
  • Home
  • India
  • સ્વચ્છ પરિવહન મામલે ભોપાલ ટોચ પર, અમદાવાદનું સ્થાન જાણી ચોંકી જશો !!!

સ્વચ્છ પરિવહન મામલે ભોપાલ ટોચ પર, અમદાવાદનું સ્થાન જાણી ચોંકી જશો !!!

 | 10:01 pm IST

દેશમાં સ્વચ્છ પરિવહન મામલે ભોપાલ અને કોલકાતા શહેર ટોચ પર રહ્યા છે. કોલકાતા અને ભોપાલમાં અન્ય શહેરની તુલનામાં સૌથી ઓછું પ્રદુષણ ફેલાવતા સિટી છે. સાયન્સ એન્ડ એન્વાર્યમેન્ટના સરવેમાં શુક્રવારે આ વાત જાહેર થઇ હતી. પર્યાવરણ માટે કામ કરતી સંસ્થાએ દેશના 14 મોટા શહેરમાં વાહનોની સંખ્યાની તુલનામાં ઉત્સર્જનના આંકડાઓનો અભ્યાસ કર્યો હતો.

સાયન્સ એન્ડ એન્વાર્યમેન્ટના કાર્યકારી અધિકારી અનુમિતા રોય ચૌધરીએ જણાવ્યું હતું કે, રેકિંગથી સાબિત થાય છે કે, સ્વચ્છ પરિવહન અને કાર્બન ઉત્સર્જન ઓછું કરવા માટે દરેક શહેરે એક નીતિ બનાવવી જરૃરી છે. પર્યાવરણને સ્વચ્છ બનાવવા માટે પબ્લિક ટ્રાંસપોર્ટની સાથે સાયકલ અને વોકિંગને વેગ આપવો જોઇએ ખાનગી વાહનોમાંથી નીકળતા ગ્રીનહાઉસ ગેસથી પ્રદુષણ ફેલાવે છે.

ક્યા શહેરનો કેટલામો રેન્ક?
ભોપાલ- 1
વિજયવાળા- 2
ચંદીગઢ- 3
લખનઉ- 4
કોચ્ચી- 5
જયપુર- 6
કોલકાતા- 7
અમદાવાદ- 8
પુણે- 9
મુંબઇ- 10
હૈદરાબાદ- 11
બેંગ્લરુ- 12
ચેન્નાઇ- 13
દિલ્હી- 14