Bhopal Serial Killer Darzi Of Death Killed 33 Mostly Preyed On Truck Drivers
  • Home
  • Featured
  • ગજબનો સીરિયલ કિલર : સીધાસાદા દરજીએ 33ને વેતરી નાખ્યા, હત્યાઓમાં આ હતી સમાનતા

ગજબનો સીરિયલ કિલર : સીધાસાદા દરજીએ 33ને વેતરી નાખ્યા, હત્યાઓમાં આ હતી સમાનતા

 | 7:21 pm IST

ભાપોલના પરાવિસ્તારમાં નાનકડી દુકાન ધરાવતો આદેશ ખમારા દિવસ દરમિયાન તો સિલાઈ મશીન પર કપડા સીવતો હતો પરંતુ રાતે સુવા માટે પથારીમાં જતાં જ તેના મનમાં ખોફનાક અપરાધ કરવાના વિચાર આવતા હતા. વિચારોમાં તે પોતાને જ કોઈ કુલાડીને ધાર આપતો કે કોઈ જલ્લાદની જેમ ફાંસીના ફંદાની તૈયારી કરતો હોય તેવા વિચારો આવતા હતા.

બસ પછી શરૃ થયો હત્યાનો સિલિસિલો. વર્ષ 2010માં પહેલીવાર મહારાષ્ટ્રના અમરાવતી અને પછી નાસિકમાં હત્યા કરી.તે પછી તો મધ્ય પ્રદેશાં મૃતદેહો મળી આવવાનો રાફડો ફાટયો. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ કેટલાક મૃતદેહો મળી આવ્યા. આ તમામ અપરાધમાં એક બાબત સમાન હતા. હત્યાનો ભોગ બનેલી વ્યક્તિ ટ્રક ડ્રાઈવર હતી કે તેનો સાથી કન્ડક્ટર. પરંતુ કોઈએ એમ નહીં વિચાર્યું હોય કે તે તમામ હત્યા પાછળ મંડીદીપના એક મિલનસાર દરજીનો હાથ હશે.

સ્થાનિક પોલીસે ગયા સપ્તાહે ખમારાની ધરપકડ કરી તો તેણે 30 હત્યાઓની કબુલાત કરતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી. મંગળવારે તેણે કહ્યું કે વધુ ત્રણ લોકોની હત્યા પણ તેણે જ કરી હતી. 33 હત્યા કરવા સાથે ભારતના સિરીયલ કિલર્સમાં તેનું નામ સામેલ થઈ ગયું. ભારતના સિરીયલ કિલર્સની યાદીમાં નિઠારી કાંડના દોષિત સુરેન્દ્ર કોલી, કોલકતાના સ્ટોનમેન અને ૪૨ના ગળા રહેંસી નાખનારા રમન રાઘવનો પણ સમાવેશ થાય છે.

ઉત્તર પ્રદેશમાંથી સીરિયલ કિલર ઝડપાયો

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યા મુજબ એક બહાદુર મહિલા પોલીસકર્મીએ ત્રણ દિવસ સુધી ઉત્તર પ્રદેશના સુલતાનપુરના જંગલોમાં ખમારાનો પીછો કર્યા પછી તે ઝડપાયો હતો. પોતે વિવિધ રાજ્યોમાં કરેલી હત્યાઓ વિષે એટલી ઝડપથી કબુલાત કરી રહ્યો હતો કે પોલીસ અધિકારીઓને પણ માહિતી મેળવવામાં મુશ્કેલી પડતી હતી. ખમારાએ કબુલાત કર્યા પછી પાડોશી રાજ્યોએ પણ બંધ પડેલા હત્યાના કેસ પાછા ખોલ્યા છે.

SPએ બંધૂકની અણીને હત્યારાને ઝડપી લીધો

તાઈક્વોન્ડામાં બ્લેક બેલ્ટ અને જુડોમાં એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેળવનારા સિટી એસપી બિટ્ટુ શર્માએ મોડી રાતે બંધૂકની અણીએ ખમારાને ઝડપી લીધો હતો. બે ડ્રાઈવર્સની હત્યાનાકેસની તપાસ કરી રહેલા એસપી રાહુલ કુમાર કે બિટ્ટુ શર્માને પણ તે વખતે અંદાજ નહીં હોય કે તેમને હાથ સીરિયલ કિલર લાગ્યો છે.

હત્યાઓ પાછળનું આ હતું કારણ

ટ્રક ડ્રાઈવર્સના હત્યાઓના સહઆરોપી જયકરનને જ્યારે પુછવામાં આવ્યું કે ટ્રક ડ્રાઈવર્સની હત્યા કેમ કરતા હતા? તેણે હસતા હસતા જણાવ્યું હતું કે તેઓ ટ્રક ડ્રાઈવર્સને મોક્ષ આપવા માંગતા હતા. ટ્રક ડ્રાઈવર્સનું જીવન ખુબ મુશ્કેલ હોય છે. તે કષ્ટથી છુટકારો અપાવવા તેમને મુક્તિ અપાઈ રહી હતી.

સગા અને પાડોશી ચોંકી ગયા

ખમારા રહે છે તે મંડીદીપ વિસ્તારના તેના મિત્રો અને સગાસંબંધી આ વાતનો વિશ્વાસ કરવા તૈયાર નથી. તેમને વિશ્વાસ નથી બેસતો કે તેઓ એક હેવાન સાથે રહેતા હતા. એક પડોશીએ તો જણાવ્યું હતું કે તે શાંત સ્વભાવનો સભ્ય વ્યક્તિ હતો. કોઈપણ એ નહીં માને કે તેણે આટલી બધી હત્યા કરી હશે. જોકે ડીઆઈજી ધર્મેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે પોતાના મિલનસાર સ્વભાવનોે ઉપયોગ ટ્રક ડ્રાઈવર્સને શિકાર બનાવવા કરતો હતો.