BHU scientists provide information about the third wave of Corona
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ક્યારે આવશે કોરોનાની ત્રીજી લહેર અને કેટલી હશે ઘાતક? BHUના વૈજ્ઞાનિકે જણાવ્યું

ક્યારે આવશે કોરોનાની ત્રીજી લહેર અને કેટલી હશે ઘાતક? BHUના વૈજ્ઞાનિકે જણાવ્યું

 | 9:53 pm IST
  • Share

આજે દેશમાં કોરોના રસીકરણનો આંક 75 કરોડને પાર થઈ ગયો છે તો બીજી તરફ કોરોનાની ત્રીજી લહેરની સંભાવના અને કેરળ સહિત પૂર્વોત્તરના રાજ્યોમાં વધતા કેસોની વચ્ચે એક રાહતના સમાચાર કાશી વિશ્વ વિદ્યાલયના બાયોલોજી વિભાગના વૈજ્ઞાનિકો તરફથી આવ્યા છે.

તેમના કહેવા પ્રમાણે કોરોનાની ત્રીજી લહેર હાલમાં ઓછામાં ઓછા ત્રણ મહિના બાદ આવશે અને આ લહેરને રોકવા માટે રસીકરણ મહત્વની ભૂમિકા નિભાવશે, કેમ કે, રસી લીધેલા અને કોરોનાથી સાજા થયેલા લોકો એક વિશેષ પ્રોટેક્ટિવ ગ્રુપમાં સુરક્ષિત રહેશે. પહેલી અને બીજીને જોતા ત્રીજી લહેરમાં પણ બાળકો સુરક્ષિત રહેશે.

વધુ ઘાતક નહીં હોય ત્રીજી લહેર

કોરોનાની પહેલી લહેરથી જ વાયરસ નિર્મિત બીમારી પર ઉંડો અભ્યાસ કરનાર BHUના બાયોલોજી વિભાગના વૈજ્ઞાનિક પ્રો. જ્ઞાનેશ્વપ ચૌબેએ માહિતી આપી છે કે કોરોનાની ત્રીજી લહેર ત્રણ મહિના બાદ આવશે અને એક સારા સમાચાર પણ આપ્યા છે કે તે વધુ જીવલેણ નહીં હોય.

તેમનું કહેવું છે કે, હાલમાં કેરળ અને ઉત્તર પૂર્વના કેટલાક રાજ્યોમાં જ કોરોનાના કેસ વધી રહ્યા છે, પરંતુ યુપી આટલુ મોટુ રાજ્ય હોવા છતા ત્યાં માત્ર 10-20 જ કેસ આવી રહ્યા છે, તેથી તે એક મોટી વાત છે. કેરળના લોકોમાં માત્ર 40% જ સીરો પોઝિટિવિટી વિકસી હતી. જ્યારે યુપીમાં 70 ટકા લોકોમાં સીરો પોઝિટિવિટી વિકસી હતી.

કેરળમાં એક મહિના પછી કેસ નીચે આવવા લાગશે અને તે પણ યુપીની સામાન્ય થઈ જશે. અત્યારે ત્રીજી લહેર નહીં આવે. પરંતુ જેમ કે એન્ટિબોડીનું સ્તર દર ત્રણ મહિને ઘટી જાય છે. આ અર્થમાં, જો આગામી ત્રણ મહિનામાં એન્ટિબોડીઝનું સ્તર ઘટી જાય, તો ત્રીજી લહેર આવી શકે છે. પરંતુ ચાલુ રસીકરણ અભિયાન કોરોના સામે અલગથી લડવામાં મદદ કરશે અને જો આપણી રોગપ્રતિકારક શક્તિ 70 ટકાથી વધુ હોય તો તે વિસ્તાર અથવા જૂથમાં કોરોનાની અસર ઓછી થશે અને ધીરે ધીરે કોરોના વાયરસની ફ્રિક્વેંસી ઘટવા માંડશે અને આ જ આપણને જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન