ભુજ શહેર ભાજપ મહિલા મોર્ચાનાં પ્રમુખની પુનઃ વરણી સામે આક્ષેપો - Sandesh
  • Home
  • Bhuj
  • ભુજ શહેર ભાજપ મહિલા મોર્ચાનાં પ્રમુખની પુનઃ વરણી સામે આક્ષેપો

ભુજ શહેર ભાજપ મહિલા મોર્ચાનાં પ્રમુખની પુનઃ વરણી સામે આક્ષેપો

 | 2:00 am IST

કચ્છ જિલ્લા ભાજપ સંગઠનનાં વર્તમાન પદાધિકારીઓએ પોતાની પકડ ગુમાવી બેઠા હોવાનું સિનિયર આગેવાનો માની રહ્યા છે. નિર્ણય શક્તિનો અભાવ અને મહત્ત્વનાં પદો પર વહાલા દવલાની નીતિ- રીતિ અખત્યાર કરાતાં આ નીતિ જો ચાલુ રહી તો પક્ષને નુકસાન પહોંચાડશે તીવી ભીતિ વ્યક્ત કરી જિલ્લા ભાજપમાં પક્ષની ડામાડોળ સ્થિતિ તથા ભુજ શહેર ભાજપ મહિલા મોર્ચાનાં પ્રમુખની પુનઃ વરણી સામે મહિલા મોર્ચાની મહિલા કાર્યકરોએ સવાલ ઉઠાવી મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે.   ભુજ તાલુકાની ભાજપ મહિલા કાર્યકરોએ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ અને ભુજ શહેર ભાજપ પ્રમુખ નવીન લાલન સામે નિશાન સાધી મુખ્યમંત્રી વિજય રૃપાણીને લેખિતમાં રજૂઆત કરી છે કે, આ બંને પદાધિકારીએ પક્ષની નો રિપીટ થિયરીને એક કોરણે મૂકીને અને ભુજનાં ધારાસભ્યને વિશ્વાસમાં લીધા વિના સક્ષમ મહિલા કાર્યકરોની અવગણના કરીને ફરી એકવાર ભુજ શહેર ભાજપ મહિલા મોર્ચાનાં પ્રમુખ તરીકે મંદાબેન પટ્ટણીને પ્રમુખ બનાવી નાખ્યા છે. પુનઃ શહેર ભાજપ મહિલા મોર્ચાનાં વરાયેલા પ્રમુખ તાજેતરમાં અકસ્માત થતાં પથારીમાં સૂતા સૂતા પક્ષનું કામ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. તેટલંુ જ નહીં તાજેતરમાં તા.૨૫/૮ નાં સરહદે જવાનોને રાખડી બાંધવાનો જે કાર્યક્રમ યોજાયો હતો, તેમાં મંદાબેન પટ્ટણીની ગેરમોજૂદગી હોવા છતાં કેટલાક અખબારોમાં સમાચાર પ્રસિદ્ધ કરાવી પટ્ટણી હાજર રહ્યા હતા તેવા ખોટા સમાચારો તેમનાં દ્વારા પ્રસિદ્ધ કરાવાયા હતા. મહિલા કાર્યકરોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ભુજ શહેર ભાજપ મહિલા મોર્ચાનાં પ્રમુખ મંદાબેન પટ્ટણીએ તેમનાં મત વિસ્તારમાં કયારેય મનકી બાત કાર્યક્રમ ગોઠવ્યો નથી અને તે વિસ્તારની મહિલાઓને પણ તેઓ એકઠી કરવાને શક્તિમાન નથી તેવો સવાલ ઉઠાવી શું ભાજપ હવે એટલો પાંગળો પક્ષ છે કે, પથારીમાંથી ચલાવવો પડે ?