ભુજમાં મહિલા સહિત વધુ ત્રણ વ્યાજંકવાદીઓ સામે ફરિયાદ - Sandesh
  • Home
  • Bhuj
  • ભુજમાં મહિલા સહિત વધુ ત્રણ વ્યાજંકવાદીઓ સામે ફરિયાદ

ભુજમાં મહિલા સહિત વધુ ત્રણ વ્યાજંકવાદીઓ સામે ફરિયાદ

 | 2:00 am IST

બોર્ડર રેન્જ આઈજીએ શરૃ કરેલી હેલ્પલાઈન બાદ ફરિયાદોના ધોધ વરસી રહ્યા છે. કચ્છ, પાટણ અને બનાસકાંઠા સહિત અનેક સ્થળેથી મદદ માટે હેલ્પલાઈન પર ફોન આવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં એ ડિવિઝન પોલીસ મથકે ૯ વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ આજે વધુ એક ફરિયાદ માધાપરની મહિલાએ નોંધાવી છે. એક મહિલા સહિત ત્રણ વ્યાજખોરો ૧૦ માસથી ધાકધમકી કરી ત્રાસ ગુજારી બળજબરીથી રૃપિયા કઢાવી રહ્યા છે તેવી ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.

આઈજીની હેલ્પલાઈનમાં તાલુકાના માધાપર ગામે રહેતા ૫૦ વર્ષીય જ્યોતિબેન લાલજી વિશ્રામ પટેલ (રહે. નવાવાસ, વથાણચોક, કંડા બજાર, હનુમાનજી મંદિર પાસે, માધાપર)એ ફોન કરી અને મદદની ગુહાર લગાવી હતી. જે અંગે જ્યોતિબેનની ફરિયાદના આધારે હિતેષ ઠક્કર, નયના સોની તથા અન્ય એક શખસ સહિત ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જે અંગેની વધુ તપાસ બી ડિવિઝન પીએસઆઈ બી.પી. પાતાણીએ હાથ ધરી છે. આરોપીઓએ અવારનવાર ઉઘરાણી કરી અને બળજબરી પૂર્વક રકમ પડાવી લીધી હોવાની ફરિયાદ નોંધાતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.