ભુજમાં પ્રેમિકા સાથે મળીને પતિએ કર્યો પત્નીની હત્યાનો પ્રયાસ - Sandesh
  • Home
  • Gujarat
  • ભુજમાં પ્રેમિકા સાથે મળીને પતિએ કર્યો પત્નીની હત્યાનો પ્રયાસ

ભુજમાં પ્રેમિકા સાથે મળીને પતિએ કર્યો પત્નીની હત્યાનો પ્રયાસ

 | 2:52 pm IST

ભુજના સુરલભિટ્ટ રોડ પર આવેલા આઝાદ ચોકમાં પતિથી અલગ રહેતી પરિણીતાએ ભરણપોષણ આપવાની માગ કરતાં ગિનાયેલો પતિ પોતાની પ્રેમિકાની સાથે પત્નીના ઘરમાં ઘૂસી જઈને ઝેરી દવા પાઈને મારી નાખવાનો પ્રયાસ કરતા પરિણીતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી.

આ અંગે હોસ્પિટલ ચોકીના દફ્તરેથી મળતી વિગતો મુજબ ઝેરી દવા પીધેલી હાલતમાં સારવાર માટે દાખલ થયેલી સુરલભિટ્ટ રોડ પર આવેલા આઝાદ ચોકીમાં રહેતી ત્રણ સંતાનની માતા ઝેન્નતબેન ઇસ્માઇલ મણકા (ઉ.વ.34) ગુરુવારે સાંજના સમયે ઝેરી દવા પીધેલી હાલતમાં સારવાર માટે દાખલ થઈ હતી.

ભોગ બનનાર પરિણીતાની ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ઝેન્નતબેના લગ્ન ઇસ્માઇલ સાથે 15 વર્ષ પહેલાં થયા હતા અને લગ્નજીવન દરમિયાન એક દીકરો અને બે દીકરી સંતાનમાં થયા હતા. છેલ્લા બે વર્ષથી પતિ ઇસ્માઇલને કુલસુમબેન નામની મહિલા સાથે પ્રેમસંબંધ થતાં તે પોતાને અને બાળકોને છોડીને કુલસુમ સાથે રહેવા ચાલ્યો ગયો હતો.

આ દરમિયાન પોતાનું અને ત્રણ સંતાનનું જીવન નિર્વાહ ચલાવવામાં મુશ્કેલી પડતાં પોતે બુધવારે ઇસ્માઇલ પાસેથી ભરણપોષણ લેવા માટે સલાહ લેવા ગઈ હતી. આ અંગેની તેને જાણ થતાં ગુરુવારે પોતે ઘમાં હતી ત્યારે ઇસ્માઇલ પોતાની પ્રેમિકા કુલસુમબેન સાથે ઘરમાં ઘૂસી આવ્યો હતો. અને પોતાને બળજબરીથી ઝેરી દવા પીવડાવવા પ્રયાસ કર્યા બાદ બંને ત્યાંથી નાસી છૂટ્યા હતા.

આ દરમિયાન પોતે મોઢામાં થોડી દવા રેડાઈ ગઈ હોવાથી ઉલટીઓ થતાં સારવાર માટે દાખલ તઈ હોવાનું જણાવ્યું હતું. ભોગ બનનારે આપેલા નિવેદનના આધારે બી ડિવિઝન પોલીસે ઇસ્માઇ મણકા અને તેની પ્રેમિકા વિરૂદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવે વિસ્તારમાં સારી એવી ચકચાર મચાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન