ભુજઃ માધાપર હાઇવે પરથી લોકોએ ઝડપી મહિલા, કરતૂત જાણીને તમે કરશો થું..થું.. - Sandesh
  • Home
  • Bhuj
  • ભુજઃ માધાપર હાઇવે પરથી લોકોએ ઝડપી મહિલા, કરતૂત જાણીને તમે કરશો થું..થું..

ભુજઃ માધાપર હાઇવે પરથી લોકોએ ઝડપી મહિલા, કરતૂત જાણીને તમે કરશો થું..થું..

 | 2:37 pm IST

ભુજ-માધાપર હાઇવે ઉપરના પાર્કિંગ પેલેસમાંથી બેટરી ચોરી કરતી મહિલા ઝડપાઈ હતી. જોકે, સ્થાનિક લોકોએ તેને તુરંત જ પોલીસને સોંપવાને બદલે કાયદો હાથમાં લી અમાનવીય વલણ અપનાવ્યું હતું. વળી બી ડિવિઝન પોલીસમાં આ ઘટનાની કોઈએ નોંધ ન હોવાનું ફરજ પરનાં અધિકારીએ જણાવ્યું હતું.

છેલ્લા ત્રણ-ચાર દિવસથી માધાપર હાઇવે ઉપરનાં પાર્કિંગમાંથી પાર્ક થયેલા વાહનોમાંથી બેટરી ચોરી થવાની ઘટનાઓ બનતી હતી. જેના પગલે રવિવારે સવારેથી જ વોચ રાખવામાં આવી હતી. સવારનાં સમયમાં ભંગાર વીણતી બે મહિલા ત્યાં આવી હતી. જેમાંથી એક મહિલા ત્યાં નજર રાખવા ઊભી હતી અને બીજી ટ્રકમાંથી બેટરી કાઢતી હતી. તે દરમિયાન જ રંગે હાથ ઝડપાઈ ગઈ હતી. જ્યારે બહાર ઊભેલી રફુચક્કર થઈ ગઈ.

ઝડપાયેલી મહિલાને પોલીસને સોંપવાના બદલે સ્થઆનિકોએ તેના હાથ દોરડાથી બાંધી દઈ તેના પર હાથ સાફ પણ કર્યો હોવાની વાતો વહેતી થઈ હતી. તો કોઈકે તેના બંધાયેલા હાથ વાળા ફોટો પાડી સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ કર્યા હતા. ત્યારબાદ મહિલાને પોલીસને સોંપવામાં આવી હતી. બી ડિવિઝન પોલીસે આવી કોઈ મહિલા તેમની કસ્ટડીમાં હોવાનો ઇન્કાર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન