ભુજઃ પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, માતા-પિતાએ તલાટી સાસુને ઉઠાવી લીધા - Sandesh
  • Home
  • Bhuj
  • ભુજઃ પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, માતા-પિતાએ તલાટી સાસુને ઉઠાવી લીધા

ભુજઃ પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, માતા-પિતાએ તલાટી સાસુને ઉઠાવી લીધા

 | 4:46 pm IST

માંડવી તાલુકાના ડોણ ગામે રહેતા મહિલા તલાટીના પુત્રે મુસ્લિમ યુવતી સાથે કરેલા પ્રેમલગ્નની અદાવત રાખીને યુવતીના માતા-પિતાએ તલાટી મહિલાનું અપહરણ કરીને અમદાવાદની રબારી કોલોનીમાં ગોંધી રાખી હતી. નવવધૂએ જ કરેલી જાણના પગલે કચ્છ પોલીસે મોબાઈલ લોકેશનના આધારે અપહરણકારોની ચુંગાલમાંથી મહિલાને છોડાવી ને શિરવા અને ભુજના પાંચ આરોપીઓની ધરપકડ કરીને તેઓને મદદગારી કરનારાઓને ઝડપી લેવા પોલીસે આરોપીઓના કોર્ટમાંથી પાંચ દિવસના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથધરી હતી.

માંડવીના ગઢ પંથક અને ભુજના મુસ્લિમ સમાજમાં ભારે ચકચાર મચાવતી આ ઘટના અંગે મળતી વિગતો મુજબ ડોણ ગામે રહેતા તલાટી યશોમતીબેન હરગોવિંદ મોદીના યુવાન પુત્ર મંથમ મોદીએ થોડા દિવસ પૂર્વે માંડવીની સરકારી હોસ્પિટલમાં નોકરી કરતી મુસ્લિમ યુવતી કરિશ્મા સાથે પ્રેમલગ્ન કરીને પત્નીના પીરરિયાઓના ડરથી તેઓ અમદાવાદ જઈને રહેવા લાગ્યા હતા.

વિધર્મી પ્રેમીયુગલ લગ્ન કર્યાબાદ કર્યાં રહે છે એ યુવતીના પીયરિયાઓને ખબર ન હોવાથી તેઓનો પત્તો મેળવવા માટે યુવતીના મા-બાપ સહિતનાઓએ ગઈ તા.19ના રોજ ડોણ ગામેથી યુવકની માતા અને તલાટી યશોમતીબેન મોદીનું સ્વિફ્ટ કારમાં અપહરણ કરીને તેમની આંખો પણ પટ્ટી બાંધીને અમદાવાદ લઈ ગયેલા જ્યાં તેના દીકરા અને પુત્રવધુનું એડ્રેસ પૂછવા યશોમતિબનને ધોકા વડે માર પણ માર્યો હતો.

જોકે, અમાનુષી માર ખાવા થતાં માતાએ પોતાના દીકરા અને વહુનો પત્તો ન આપતાં અપહરણકાર્તાઓએ તલાટી યશોમતિબેનને અમદાવાદની રબારી કોલોનીમાં એક ઘરમાં ગોંધી રાખ્યા હતા. આ વેળા મોકો મળતાં જ યશોમતિબેનને પોતાની પૂત્રવધૂ કરીશ્માને ફોન કરીને સમગ્ર હકીકતથી વાકેફ કરતાં કરિશ્માએ પોતાના સાસુને પોતાના મા-બાપની ચુંગાલમાંથી છોડાવવા માટે મહિલા હેલ્પલાઈનને વાકેફ કરતાં પોલીસ કાફલો રબારી કોલોની ખાતે દોડી ગયા હતા.

જોકે, પોલીસ ત્યાં પહોંચે એ પહેલા અપહરણકારો યશોમતિબેનને કારમાં લઈ ત્યાંથી નીકળી ગયા હોવાથી અમદાવાદ પોલીસે રાજ્યભરમાં નાકાબંધ કરાવી હતી. પશ્વિમ કચ્છને પણ જાણ કરતા એસપીની સુચના આધારે અનેક યુક્તિઓના વાપરીને મહિલા તલાટીને છોડાવી ભૂજ જનરલ હોસ્પિટલમાં સારવાર ાટે દાખલ કર્યા હતા.