ભુજના રાજાએ પિતાના નામે બનાવ્યું હમીરસર તળાવ - Sandesh
  • Home
  • Kids Corner
  • ભુજના રાજાએ પિતાના નામે બનાવ્યું હમીરસર તળાવ

ભુજના રાજાએ પિતાના નામે બનાવ્યું હમીરસર તળાવ

 | 2:48 am IST

ભારત દેશની પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યનું કચ્છ જિલ્લામાં આવલું ભુજ શહેરમાં આવેલું ઐતિહાસિક તળાવ હમીરસર વિશે માહિતી મેળવીએ.

હમીરસર ભુજમાં આવેલું માનવસર્જિત તળાવ છે. આ તળાવને ૪૫૦ વર્ષ પહેલા બનાવવામાં આવેલું. આ તળાવનું નામ પણ ભુજના સ્થાપક જાડેજા શાસક રાઓ હમીર (૧૪૭૨-૧૫૨૪) પરથી રાખવામાં આવ્યું છે, તથા તળાવનું બાંધકામ રાઓ ખેંગારજી પ્રથમના શાસન દરમિયાન એટલે કે ૧૫૪૭-૧૫૮૫ના સમયગાળા દરમિયાન બનાવવામાં આવ્યું હતું. તેમણે પોતાના પિતાના નામ હમીર પરથી તળાવનું નામ રાખ્યું હતું. માનવામાં આવે છે કે ખેંગારજીએ આ સ્થળની પસંદગી કચ્છના સૂકા અને ખારા વિસ્તારમાં રહેલા રણદ્રીપને જોઇ કરવામાં આવી હતી. આ ઉપરાંત ભુજમાં પાણીની જરૂરિયાત નહેરો અને નદીઓના સંગમ વડે થઇ શકે, તે માટેની વ્યવસ્થામાં કરવામાં આવી હતી. તળાવના કાંઠાનું બાંધકામ પ્રાગમલજી દ્વિતીય અને ત્યાર બાદનું બાંધકામ ખેંગારજી તૃતિયના સમયમાં જયરામ રુડા ગજધરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

વર્ષ ૨૦૦૧માં આવેલા ભૂકંપ પહેલા જ હમીરસરનું મોટાભાગનું પાણી સુકાઇ ગયું હતું તથા તેનાથી ભુજમાં પાણીની જરૂરિયાત સંતોષી શકાતી નહોતી. જોકે ભૂકંપ બાદ સ્થાનિક લોકો નગરપાલિકા અને અન્યોની મદદથી ૨૦૦૩ સુધીમાં તળાવને ભરવા માટેનું સમારકામ કરવામાં આવ્યું. આ ઉપરાંત ૨૦૦૩માં ચોમાસા પહેલા તળાવ ફરી એકવાર તૈયાર થઇ ગયું હતું. તથા વર્ષ ૨૦૦૩નો તે દિવસ આ ઐતિહાસિક તળાવમાં એક યાદગાર ઘટના બની, કે ૫૦૦ વર્ષના સૌથી વધુ વરસાદને કારણે આ તળાવ છલકાઇ ગયું, આ દિવસે અહીંના રહેવાસીઓએ ઉજવણી કરી હતી. આ તળાવની આસપાસ બનાવેલા સુંદર બગીચા આ તળાવની શોભા વધારે છે.