ભૂજ : ડમી વિદ્યાર્થીઓ બેસાડી રૂપિયા કમાવતો હતો આ શિક્ષક - Sandesh
  • Home
  • Bhuj
  • ભૂજ : ડમી વિદ્યાર્થીઓ બેસાડી રૂપિયા કમાવતો હતો આ શિક્ષક

ભૂજ : ડમી વિદ્યાર્થીઓ બેસાડી રૂપિયા કમાવતો હતો આ શિક્ષક

 | 9:40 pm IST

ભૂજમાં ઓલ્ફ્રેડ હાઈસ્કુલના નિવૃત શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. આ શિક્ષક પર આરોપ છે કે તેણે ધોરણ-8માં ખોટા પરિક્ષાર્થીઓને બેસાડ્યા છે. જેનાથી તેમણે નાણાકીય ફાયદો થતો હતો. આ શિક્ષક પર ડમી વિદ્યાર્થીઓને વિવિધ સર્ટિફિકેટ બનાવી આપી પાસ કરાવવાનો પણ આક્ષેપ છે. તેથી તેની સામે કચ્છ જિલ્લા શિક્ષણાધિકારીએ ફરિયાદ નોઁધાવી છે.

14194463_1815148685389140_270645146_n

કચ્છમાં કૌભાંડોની હારમાળા વચ્ચે વધુ એક બોગસ પ્રિક્ષાર્થિ બેસાડી અને નાણાકીય લાભ લેવાની ફરિયાદ પોલીસમાં કરાઈ. જેને લઈને ભૂજ શહેરમાં આવેલ ઓલ્ફ્રેડ હાઈસ્કુલમાં પોતાની ફરજ દરમિયાન ખોટા વિદ્યાર્થીઓ બેસાડી ખોટા રેકર્ડ ઉભા કરવાના કિસ્સામાં નિવૃત શિક્ષક સામે ગુનો નોંધાયો છે. ગત 4 એપ્રિલ, 2011થી 16 એપ્રિલ, 2015 દરમિયાન ઓલ્ફ્રેડ હાઈસ્કુલમાં શિક્ષક તરીકે નોકરી કરતા એન.ડી. શુકલાએ ખાતાકીય પરીક્ષા પાસ ન કરી હોવા છતા ખોટી હાજરી બતાવીને ખોટી રીતે નાણાકીય લાભો લીધા હતા. તો ધોરણ-8માં ખોટા વિદ્યાર્થીઓને બેસાડી તેમના ખોટા રેકર્ડ ઉભા કરી તેમના દસ્તાવેજ પ્રમાણપત્ર અને હુકમો બનાવી ખોટા આધારોનો સાચા તરીકે ઉપયોગી કરી નાણાકીય લાભો મેળવ્યો છે. આ અંગે જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી ડો. મધુકાંત આચાર્યએ પોલીસ મથકે ફોજદારી નોંધાવતા તપાસ હાથ ધરી હતી.

પોલીસે આજે નયનભાઈ ધીરજલાલ શુકલા (રહે. રાવલવાડી, ભુજ)ની આજે ધરપકડ કરી હતી અને પ્રાથમિક તપાસ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન