ભુજ: ભૂકંપ બાદ જેલથી ભાગેલા બે પાકિસ્તાની કેદી સહિત 36 હજુ પણ ફરાર - Sandesh
  • Home
  • Bhuj
  • ભુજ: ભૂકંપ બાદ જેલથી ભાગેલા બે પાકિસ્તાની કેદી સહિત 36 હજુ પણ ફરાર

ભુજ: ભૂકંપ બાદ જેલથી ભાગેલા બે પાકિસ્તાની કેદી સહિત 36 હજુ પણ ફરાર

 | 10:43 am IST

26 જાન્યુઆરી 2001ના રોજ કચ્છમાં આવેલ વિનાશકારી ભૂકંપ કચ્છનાં લોકો માટે ગોજારો સાબિત થયો હતો. આ ભૂકંપે ભુજમાં આવેલી રાજાશાહી સમયની જેલમાં સજા કાપી રહેલા 36 કેદીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયો હતો. આજથી 17 વર્ષ પહેલા 26 જાન્યુઆરી 2001ના રોજ આવેલા ભૂકંપના કારણે ભુજની જેલ ધ્વસ્ત થઇ ગઈ હતી.

26 જાન્યુઆરીએ કચ્છમાં આવેલ ભૂકંપનાં કારણે ભુજ મધ્યે આવેલ જેલ ધ્વસ્ત થઇ ગઈ હતી. જેલમાં સજા કાપી રહેલા 181 કેદીઓ ફરાર થઇ ગયા હતા. ફરાર તમામ કેદીઓને શોધવા માટે પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં 128 કાચા કામના કેદી તેમજ 23 પાકા કામના કેદીઓ 29 કેદીઓ પાસાના હેઠળ સજા કાપી રહ્યા હતા. ભૂકંપ કારણે તમામ કેદીઓ નાસી છુટવામાં સફળ રહ્યા હતા. જોકે, પોલીસ આખરે 182 કેદી માંથી 145 ભાગેડુ કેદીઓને જડપી પાડવામાં સફળ રહી છે.

આજે ઘટનાને 17 વર્ષ જેટલો સમયગાળો વિતી ગયા છતા 36 આરોપી હજુપણ લાપતા છે. આ ફરાર આરોપીઓમાં બે પાકિસ્તાની કેદીઓ પણ સામેલ હતા બંને આરોપી કચ્છ સરહદ નજીક થઈ આરડીએક્સ હથિયાર સાથે જડપાયા હતા. આરોપી પાસેથી 24 કિલ્લો આરડીએક્સ, 572 જીવતા કારતુસ ઓટો મેટીક રાઈફલ, દારૂગોળો તેમજ 72 રિવોલ્વર સાથે જડપી પાડવામાં આવ્યા હતા. જેમાં પાકિસ્તાન સુલતાન સેયદ અને ફકીર મુનાવર બટ્ટી નામના ખુંખાર આરોપી નાસી છુટવામાં સફળ રહ્યા. ઘટના આજે 17 વર્ષ જેટલો સમયગાળો વિતી ગયા છતાંપણ પાકિસ્તાની ખુંખાર આરોપી ભારતીય એજન્સીઓના હાથે લાગ્યા નથી. તમને જણાવી દઇએ કે, કચ્છની સરહદ ખુબજ સંવેદનશીલ માનવામાં આવે છે. ભૂતકાળમાં કચ્છ બોર્ડરનો ઉપયોગ એન્ટ્રી પોઈન્ટ તરીકે કરવામાં આવતો હતો. અગાઉ 6 આરોપી કચ્છની સરહદથી આરડીએક્સ, રીવોલ્વોલ સહિતના મુદામાલ સાથે જડપી પાડવામાં આવ્યા હતા.

આ કેસમાં 6 આરોપી પેકી ચાર આરોપી હાલ અમદાવાદ સાબરમતી જેલમાં સજા ભોગવી રહ્યા છે. જયારે બે પાકિસ્તાની આરોપી ભુંકપની તકનો લાભ લઈને બંને પાકિસ્તાની આરોપી ફરાર થઇ જવામાં સફળ રહ્યા હતા. આજે 2001 ભૂકંપની ઘટનાનાં 17 વર્ષ જેટલો સમયગાળો વિતીગયા છતાં પણ પાકિસ્તાનનાં આ ખુંખાર આરોપીઓ અંગે ભારતીય એજન્સીઓ કોઇપણ માહિતી મેળવી શકી નથી. આમ 2001 ભૂકંપ પાકિસ્તાનાં બંને કેદી માટે આશીવાદ સમાન સાબિત થયો હતો.