bhupen khakhar painting on homosexuality breaks auction record in uk
  • Home
  • Business
  • ભારતના ચિત્રકારનું સમલૈંગિક પર આધારિત પેન્ટિંગના ઉપજ્યા અધધ કરોડ

ભારતના ચિત્રકારનું સમલૈંગિક પર આધારિત પેન્ટિંગના ઉપજ્યા અધધ કરોડ

 | 5:14 pm IST

ભારતીય સમકાલીન કલાકાર ભૂપેન ખાખર દ્વારા 1980 ના દાયકામાં બનાવવામાં આવેલું પેન્ટિંગ ‘ટુ મેઈન ઇન બનારસ’ એ 32 લાખ ડોલરમાં હરાજી થઇ નવો રેકોર્ડ બનાવ્યો છે. આ હરાજી સોમવારે સોથબીના હરાજી ઘરમાં થઇ હતી. તેની ખરીદી કૂપસ દે કોઇઅર: ધ ગાઇ એન્ડ હેલેન બાર્બીઅર ફેમિલી કલેક્શને કરી, જેની પાસે 20 મી સદીના ભારતીય કલાના 29 શ્રેષ્ઠ કલાકૃતિયોનો સંગ્રહ છે.

1986 માં મુંબઈમાં ‘ટુ મેઈન ઇન બનારસ’ નું અનાવરણ કરનાર ખાખર (1934-2003) પહેલા એવા ભારતીય કલાકાર હતા, જેમણે પોતાના કામ દ્વારા તેમના જાતીય ઓરિએન્ટેશનનો ખુલાસો કર્યો હતો. સોથબીએ પોતાની વેબસાઇટ પર લખ્યું છે કે પેઇન્ટિંગમાં બે નગ્ન પુરુષોને આલિંગન કરતા બતાવવામાં આવે છે. પેઇન્ટિંગમાં કલાકારે સમલેન્ગિક પ્રેમનું નવું આઇકોનગ્રાફી તૈયાર કર્યું છે. ખાખર ભારતના પ્રથમ અગ્રણી સમલેન્ગિક કલાકાર હતા.

સોથબીએ જણાવ્યું છે કે કલાકારના શ્રેષ્ઠ અને વ્યાપક કાર્યોમાંથી આ એક પેઇન્ટિંગને ટેટ મોડર્ન 2016 ના પ્રદર્શનમાં ‘યુ કેન નોટ પ્લિઝ ઓલ’ માં મૂકવામાં આવ્યું હતું. જે સંસ્થાનમાં આયોજિત થનારા ભારતીય કલાકારનું પ્રથમ રેટ્રોસ્પેક્ટિવ છે. ઉપરાંત, હરાજીમાં એમ.એફ. હુસેનની ‘મરાઠી વીમેન’ (1950) લગભગ 553,146 ડોલર અને રામકુમારની દુર્લભ પેઇન્ટિંગ ‘અનટાઇટલ્ડ’ (જેમાં સ્ત્રી અને પુરુષ એક બીજાના હાથ પકડે છે), જે 1953 માં તેમણે તેમના પત્નીને ભેટ તરીકે આપી હતી, તેનું વેચાણ 659,960 ડોલરમાં થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન