Bhupendra Patel's increase in followers on social media after the announcement of CM
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભુપેન્દ્ર પટેલનું નામ CM તરીકે જાહેર થતાં લોકોએ સોશિયલ મીડિયામાં શોધી કાઢ્યા, 1 દિવસમાં ફોલોઅર્સ 3 ગણાં

ભુપેન્દ્ર પટેલનું નામ CM તરીકે જાહેર થતાં લોકોએ સોશિયલ મીડિયામાં શોધી કાઢ્યા, 1 દિવસમાં ફોલોઅર્સ 3 ગણાં

 | 12:47 pm IST
  • Share

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે રવિવારે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરાઈ હતી. ત્યારબાદ તેમના ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલોઅર્સની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. મંગળવારે 12 વાગ્યા પછી ભુપેન્દ્ર પટેલના ટ્વિટર હેન્ડલ પર તેમના ફોલોઅર્સની સંખ્યા 92.2K પર પહોંચી ગયા છે, જ્યારે ઈન્સ્ટાગ્રામની વાત કરીએ તો 31 હજાર 700 (31.7K) પર પહોંચી ગયા છે.

રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલના ટ્વિટર હેન્ડલમાં રવિવારે મોડી સાંજ સુધીમાં 40 હજાર ફોલોઅર્સ હતા. ભૂપેન્દ્ર પટેલે સોમવારે બપોરે રાજ ભવન ખાતે મુખ્યમંત્રી તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા, આ સાથે જ તેમણે ટ્વિટર ઉપર ઘાટલોડિયા એમ.એલ.એ.ને બદલે ‘ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત’ લખ્યું હતું. સોમવાર સાંજ સુધીમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર ઉપર તેમના ફોલોઅર્સની સંખ્યા 77 હજાર સુધી પહોંચી ગઈ હતી. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બનતાં જ એકાએક ફોલોઅર્સની સંખ્યા વધી ગઈ છે.

અત્રે નોંધનીય છે કે, વર્તમાન સમયમાં સોશિયલ મીડિયામાં ફોલોઅર્સની સંખ્યા લોકપ્રિયતાના ‘બેરોમીટર’ સમાન ગણવામાં આવે છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી થઇ તેના ગણતરીના કલાકોમાં તેમના ફોલોઅર્સની સંખ્યા 3 ગણી વધી ગઇ છે. ગુજરાતના રાજકારણમાંથી વિજય રૂપાણી 30 લાખ, નીતિન પટેલ 8.24 લાખ, સીઆર પાટિલ 2.6 લાખ જેટલા ફોલોઅર્સ ધરાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન