Bhupendrasinh Chudasama big announcement of recruitment in education department
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Career
  • ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ શિક્ષણ વિભાગમાં ભરતીની મોટી જાહેરાત કરી, જાણો કયાં કેટલી જગ્યાઓ ખાલી છે?

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ શિક્ષણ વિભાગમાં ભરતીની મોટી જાહેરાત કરી, જાણો કયાં કેટલી જગ્યાઓ ખાલી છે?

 | 2:30 pm IST
  • Share

ફરી એકવાર શિક્ષણ વિભાગ (Education Department)માં ભરતી (Recruitment)ની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (Education Minister Bhupendrasinh Chudasama)એ શિક્ષણ વિભાગમાં ખાલી પડેલી 6,616 શિક્ષણ સહાયક (Assistant Teacher) ની ભરતી અંગે ફરી જાહેરાત કરવામાં આવી છે. અગાઉ ઑક્ટોબર 2019માં 12,344 જગ્યાની ભરતીની જાહેરાત કરાઈ હતી. ત્યારે આજે વધુ 6,616 શિક્ષણ સહાયક (Teaching Assistant)ની ભરતી અંગે ભૂપેન્દ્રસિંહે જાહેરાત કરતા જણાવ્યું હતું કે અગાઉ 2019માં કરેલી જાહેરાતનો જ એક ભાગ છે. પરંતુ અત્યાર સુધી કેટલી ભરતી થઈ તે સવાલના જવાબ અંગે શિક્ષણમંત્રી મૌન રહ્યા હતા.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગ્રાન્ટેડ શાળા (Granted School)ઓમાં ભરતીના વિષય પર તેમણે જણાવ્યું કે આગામી સમયમાં શિક્ષણ વિભાગમાં મોટી સંખ્યામાં ભરતી કરવાની છે. માધ્યમિક વિભાગમાં શિક્ષક સહાયક 2307ની ભરતી કરાશે. તો કોલેજમાં અધ્યાપક સહાયક (Assistant Professor) 927 કુલ મળીને 6,616ની ભરતી કરવામાં આવશે.

આગામી અઠવાડિયાથી ભરતી પ્રક્રિયા શરૂ થશે. પરંતુ શિક્ષણ વિભાગની અટકેલી ભરતી મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોર્ટ મેટર હોય એટલે અટકી હશે. ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતીમાં કોલેજમાં અધ્યાપકોની 927, માધ્યમિક (Secondary board) માં 2707 અને ઉચ્ચતર માધ્યમિક (Higher Secondary Board) ની 3382 એમ કુલ મળીને 6616 શિક્ષકોની ભરતી કરાશે. તો કોલેજોમાં 927 અધ્યાપક સહાયકોની ભરતી થશે. તો માધ્યમિક વિભાગમાં 2307 શિક્ષક સહાયકની ભરતી કરાશે.

ગુજરાતી (Gujarati) માં 234 શિક્ષક સહાયકોની ભરતી થશે. સામાજિક વિજ્ઞાન (Social Science) માં 289 શિક્ષક સહાયકોની ભરતી કરાશે. અંગ્રેજી (English) માં 624 શિક્ષક સહાયકોની ભરતી કરાશે. ગણિત-વિજ્ઞાન (Maths – Science) માં 1039 શિક્ષક સહાયકોની ભરતી કરાશે. એકાઉન્ટ અને કોમર્સ (Account – Commerce) માં 446 શિક્ષક સહાયકોની ભરતી કરાશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન