bhushan kumar wife divya khosla kumar on sonu nigam video
  • Home
  • Featured
  • વિવાદ બાદ ભૂષણ કુમારની પત્નીએ સોનૂ નિગમને કહ્યું- અચ્છા સિલા દિયા તૂને મેરે પ્યારકા

વિવાદ બાદ ભૂષણ કુમારની પત્નીએ સોનૂ નિગમને કહ્યું- અચ્છા સિલા દિયા તૂને મેરે પ્યારકા

 | 5:28 pm IST

સોનૂ નિગમે ટી-સીરીજના માલિક ભૂષણ કુમાર પર નિશાન સાધીને કહ્યું હતું કે, મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં માફિયાઓનું રાજ ચાલે છે. નાના સિંગરો સાથે ભેદભાવ કરવામાં આવે છે. હવે આ વાતને લઈ ભૂષણ કુમારની પત્ની દિવ્યા ખોલસાએ સોનૂ નિગમને બે શબ્દો કહ્યા છે.

દિવ્યાએ ટ્વીટ કરીને લખ્યું કે, સોનૂ નિગમ જી….ટી-સીરીજે તમને ઈન્ડસ્ટ્રીમાં બ્રેક આપ્યો. તમને આટલા આગળ વધાર્યા. જો તમને આટલો જ સ્વાર્થ હતો તો ભૂષણ કુમારને પહેલાં જ કેમ ના બોલી દીધું. આજે પબ્લિસિટી માટે આવું બધું કરી રહ્યા છો. તમારા પિતાજીના ઘણા વીડિયો મે ખુદ ડાયરેક્ટર કર્યા છે. તે હંમેશા તે વાતની કદર કરતા હતાં. પરંતુ અમુક લોકો થેક્સલેસ હોય છે. ત્યારબાદ છેલ્લે દિવ્યાએ એક હેશટેગ માર્યું કે, અચ્છા સિલા દિયા તૂને મેરે પ્યારકા. હવે સોનૂ નિગમ આ ટ્વીટનો રિપ્લાઈ કરે છે કે કેમ, એ જોવાનું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન