Bhutan rjected Chine invitation BRI Forum Meet, Support India
  • Home
  • Featured
  • શક્તિશાળી ચીનને આ ટચુકડા દેશે જોરદાર ઝાટકો આપી કર્યું ભારતનું સમર્થન

શક્તિશાળી ચીનને આ ટચુકડા દેશે જોરદાર ઝાટકો આપી કર્યું ભારતનું સમર્થન

 | 4:37 pm IST

ચીનને ભારત અને તેની આસપાસના દેશો એક પછી એક ઝાટકા આપી રહ્યાં છે. ચીનને તેની મહત્વાકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ ઈનીશિએટિવ યોજના ભારે પડી રહી છે. હવે ભૂટાન નામના ચટૂકડા દેશે અ મામલે ચીનનો હાથ ઝાટક્યો છે.

ભારતના ટચૂકડા પાડોશી દેશ ભૂટાને ચીન દ્વારા અપાયેલા બેલ્ટ એન્ડ રોડ ઈનીશિએટિવ (BRI) ફોરમ બેઠકમાં સામેલ થવાના આમંત્રણને ઠુકરાવી દીધુ છે. ભારતે અગાઉ આ આમંત્રણને ઠુકરાવી દીધેલુ છે. ભૂટાન સિવાયના ભારતના મોટાભાગના પાડોશી દેશો માલદીવ, શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ આ બેઠકમાં સામેલ થવાના છે. કહેવાય છે કે આ બેઠકમાં 40 દેશોના પ્રતિનિધિઓ સામેલ થવાના છે.

રાજનયિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભૂટાન બીઆરઆઈ ફોરમ બેઠકમાં સામેલ થશે નહીં. ચીને ભૂટાનની નવી સરકારને લૂભાવવાની ખુબ કોશિશ કરી હતી. જેથી કરીને તેને ભારતના પ્રભાવથી દૂર લઈ જઈ શકાય.

ભૂટાન સાથે ચીનના રાજનયિક સંબંધ નથી. પણ તે પોતાની અર્થવ્યવસ્થાને વધારવા માટે ચીન સાથે ભાગીદારી વધારવા માંગે છે. ભૂટાનની સરકારનું માનવું હતું કે બીઆરઆઈ ફોરમમાં તેની હાજરીથી ભારતમાં સારા સંકેત નહીં જાય. ભૂટાન આ અગાઉ પણ 2017માં આ બેઠકનો બોયકોટ કરી ચૂક્યું છે.

બીઆરઆઈ પ્રોજેક્ટ હેઠળ ચીન દુનિયાના અનેક દેશોને રોડ અને જળ માર્ગે પરસ્પર જોડી રહ્યું છે. ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર, (સીપીઈસી) પણ આ બીઆરઆઈનો જ એક ભાગ છે. બીઆરઆઈ પર ભારતને આપત્તિ જતાવી છે કારણ કે આ પ્રોજેક્ટ પારદર્શક નથી અને તેના પર ચીનનું પ્રભુત્વ છે. આ ઉપરાંત તેમાં દેશોની અખંડિતતા અને સંપ્રભુતાનું ધ્યાન પણ રખાયું નથી.

આ વીડિયો પણ જુઓ : જાણો ઉત્તરપ્રદેશમાં આજે જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ શું કહ્યું ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન