NIFTY 9,653.50 -4.05  |  SENSEX 31,297.53 +-14.04  |  USD 64.4950 +0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • બોલિવૂડની આ હોટ ગર્લને લઈ સૂમસામ જગ્યાએ જવા માંગે છે IPLનો સ્ટાર ક્રિકેટર

બોલિવૂડની આ હોટ ગર્લને લઈ સૂમસામ જગ્યાએ જવા માંગે છે IPLનો સ્ટાર ક્રિકેટર

 | 4:32 pm IST

ઈન્ડિયન પ્રિમિયર લિગ એટલે કે આઈપીએલ 2017 દરમિયાન સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્ટાર બોલર ભુવનેશ્વરકુમાર આજકાલ શાનદાર ફોર્મમાં છે અને આ વર્ષની ટુર્નામેન્ટમાં તે ઉત્તમ બોલરોને અપાતી પર્પલ કેપના દાવેદારોની લિસ્ટમાં સૌથી આગળ છે.

આઈપીએલ સ્ટાર ભુવનેશ્વરકુમારનો હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેને ત્રણ લોકોના નામ પૂછવામાં આવ્યાં જેમની સાથે તે સાવ સુમસામ દ્વીપ પર સમય પસાર કરવા માંગે છે. ભુવનેશ્વરકુમારે જવાબ આપ્યો તેમાં તેની કેરિયરને નવી દિશા આપનાર ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી, તથા પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના નામ હતાં અને ત્રીજુ નામ બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરનું તેણે આપ્યું. ભુવનેશ્વરકુમાર શ્રદ્ધા કપૂરનો જબરદસ્ત ફેન છે.

SHRADDHA

ભુવનેશ્વરકુમારે આ સીઝનમાં પણ ગત વર્ષનું પોતાનું શાનદાર ફોર્મ જારી રાખ્યું છે અને કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ મેચમાં લીધેલી પાંચ વિકેટો સહિત અત્યાર સુધી તેણે 15 વિકેટો ઝડપી છે અને પર્પલ કેપની દોડમાં સૌથી આગળ છે. જ્યારે આઈપીએલ 2016માં પણ તેણે જ પર્પલ કેપ જીતી હતી.