Bianca Andreescu made history by winning US Open 2019
  • Home
  • Featured
  • US OPEN જીતી ઇતિહાસ રચનારી આ કેનેડિયન ખેલાડીની સુંદરતા તમને પણ ઘેલા બનાવી દેશે

US OPEN જીતી ઇતિહાસ રચનારી આ કેનેડિયન ખેલાડીની સુંદરતા તમને પણ ઘેલા બનાવી દેશે

 | 10:41 am IST

કેનેડાની બિયાંકા એન્ડ્રીસ્કુએ યુએસ ઓપન 2019માં ઐતિહાસિક જીત મેળવીને ઇતિહાસ રચ્યો છે. મહિલાના એકલ વર્ગમાં અમેરિકાની દિગ્ગજ ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે 6-3, 7-5 થી હરાવી બિયાંકાએ આ ખિતાબ પોતાના નામે કર્યો છે. બિયાંકાએ માત્ર તેની રમતથી જ નહીં પણ તેની સુંદરતાથી પણ ફેન્સના દિલ જીતી લીધા છે. એક રિપોર્ટ મુજબ યુએસ ઓપન બાદ બિયાંકાના ઇન્સ્ટાગ્રામ પર ફોલોવર્સની સંખ્યામાં એકાએક વધારો ઝીંકાયો છે.

આપને જણાવી દઈએ કે યુએસ ઓપનમાં પહેલીવાર કોઈ કેનેડાઈ ખેલાડીએ મહિલા એકલમાં જીત મેળવી છે. બિયાંકા સામે સેરેના જેને 23 ગ્રાન્ડ સ્લેમ પોતાના નામે કર્યા છે. તેની આ સતત બીજી હાર છે. કેનેડાની 19 વર્ષની બિયાંકા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારી સેલિબ્રિટીઝ છે. તે સતત તેની ગ્લેમરસ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કરે છે.

View this post on Instagram

Sup

A post shared by Bianca (@biancaandreescu_) on

બિયાંકાની તસવીરોને તેના ફેન્સ પણ ઘણી પસંદ કરે છે અને શેર કરે છે. બિયાંકા તેની ફિટનેસનું પણ ઘણું ધ્યાન રાખે છે. મીડિયા રિપોર્ટ મુજબ બિયાંકાના માતા-પિતા રોમાનિયાના રહેવાસી છે. પરંતુ તે કેનેડા શિફ્ટ થયા હતા અને ત્યાંની નાગરિકતા લીધી હતી. તે સમય બિયાંકા માત્ર 11 વર્ષની હતી.

આ વીડિયો પણ જુઓ: ભરૂચ ખાતે નર્મદા નદી 29 ફૂટની સપાટીએ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન