Big action of GST department in bogus billing case, arrest of 2 accused
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • બોગસ બિલિંગ મામલે GST વિભાગની મોટી કાર્યવાહી, 2 આરોપીની ધરપકડ

બોગસ બિલિંગ મામલે GST વિભાગની મોટી કાર્યવાહી, 2 આરોપીની ધરપકડ

 | 10:29 pm IST
  • Share

અમદાવાદ: જીએસટી વિભાગે બોગસ બિલિંગ થકી કરોડો રૂપિયાની ટેક્સ ચોરી કરનારા પણ ગાળિયો કસ્યો છે, ત્યારે ગુજરાતમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ભાવનગર, ગોધરા, વડોદરા અને અમદાવાદ સહિતના સ્થળો પર સર્ચ કરીને બે લોકોની ધરપકડ કરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, GST બોગસ બિલિંગ મામલે ગોધરાના ઈરફાન કોઠી અને ભાવનગરના અસલમ કાલીવાલાની ધરપકડ કરી છે. ગોધરાના ઈરફાન કોઠીની કોઠી સ્ટીલે બોગસ બિલિંગ થકી વેરામાં 24 કરોડ રૂપિયાની રાહત મેળવી હતી. જ્યારે ઈરફાને અત્યાર સુધીમાં 6.31 કરોડ રૂપિયાની GST ચોરી હોવાનું સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અગાઉ ઈરફાન કોઠીની પણ પત્ની પણ ટેક્સ ચોરી મામલે ધરપકડ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન