Big announcement for Season 2 of the Sacred Games, This company has invested 100 crores
  • Home
  • Business
  • Sacred Gamesની સિઝન 2 માટે મોટી જાહેરાત, આ કંપનીએ લગાવ્યા 100 કરોડ

Sacred Gamesની સિઝન 2 માટે મોટી જાહેરાત, આ કંપનીએ લગાવ્યા 100 કરોડ

 | 3:59 pm IST

ઓનલાઇન વીડિયો સ્ટ્રમિંગ પ્લેટફોર્મ Netfilx ની પહેલી ભારતીય સીરિઝ સેક્રેડ ગેમ્સની બીજી સીઝન 15 ઓગસ્ટે સ્ટ્રીમ થશે. સેક્રેડ ગેમ્સની પહેલી સીઝનને મળેલી લોકપ્રિયતા બાદ નેટફ્લિક્સે બીજી સીઝનમાં 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે અત્યાર સુધી કોઇ સ્ટ્રીમિંગ સર્વિસે ભારતમાં આટલુ બધુ રોકાણ નથી કર્યુ.

સેક્રેડ ગેમ્સ 2 ના 400 મિનિટના ફુટેજ માટે 3500 લોકોના ક્રુએ 100 થી પણ વધુ દિવસો સુધી 12 લોકેશન પર શુટીંગ કરી હતી, જેમાં દિલ્હી, મુંબઇ, નૈરોબી, કેપ ટાઉન અને જોહાનસબર્ગનો સમાવેશ થાય છે. 400 મિનિટનો ફુટેજ સાડા 3 હિંદી ફિલ્મોના બરાબર છે.

નેટફ્લિકસનું કહેવુ છે કે, તેણે એક ફિલ્મ કરતાં પણ ઘણો વધુ પોસ્ટ-પ્રોડક્શન ફેસિલિટીનો ઉપયોગ સેક્રેડ ગેમ્સ 2 માટે કર્યો છે.

નેટફ્લિક્સ ઇંડિયાનાની ડાયરેક્ટર નેહા સિન્હાએ કહ્યુ કે, સેક્રેડ ગેમ્સ 2 અત્યાર સુધી અમારા પ્રોડક્શનમાં જનારો સૌથી જટિલ શો છે. સીઝન-1ના પુરા થવા પર અમને ખબર હતી કે, ફેન્સ માટે સીઝન-2 ને સારો અને મનોરંજક પણ બનાવવો પડશે. અમારા માટે ફેન્સ પ્રથમ પ્રાયોરિટી છે.

આ વીડિયો પણ જુઓ – આ છે 1971ના યુદ્ધના જાંબાજ ભૈરોસિંહ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન