ગુજરાતના ખેડૂતો માટે સરકારની મોટી જાહેરાત, અતિવૃષ્ટિથી નુકસાની ભોગવી રહેલા ખેડૂતોને હવે લીલાલહેર! – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગુજરાતના ખેડૂતો માટે સરકારની મોટી જાહેરાત, અતિવૃષ્ટિથી નુકસાની ભોગવી રહેલા ખેડૂતોને હવે લીલાલહેર!

ગુજરાતના ખેડૂતો માટે સરકારની મોટી જાહેરાત, અતિવૃષ્ટિથી નુકસાની ભોગવી રહેલા ખેડૂતોને હવે લીલાલહેર!

 | 1:49 pm IST
  • Share

સંદેશ ન્યૂઝની તાત ઝુંબેશની અસર હાલ જોવા મળી રહી છે. આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં અતિવૃષ્ટિનો સામનો કરી રહેલા ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિશે કૃષિ મંત્રી આરસી ફળદુએ માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદથી ખેતીના પાકને જે નુકસાન થયું છે તે અંગે સર્વે કરાશે.

આગામી 15 દિવસમાં નુકસાનીનો સર્વે પૂર્ણ કરાશે. ખેડૂતો માટે ગુજરાત સરકારે આજે એક જાહેરાત કરતા જણાવ્યું હતું કે સર્વેના આધારે રાજ્ય સરકાર વળતર ચૂકવશે. SDRFના ધોરણો પ્રમાણે સહાય ચૂકવાશે. 33%થી વધુ નુકસાન સામે વળતર ચૂકવાશે. અવિરત વરસાદથી ખેતીને નુકસાન થયું હોવાનું તેમને માન્યું છે.

કૃષિ મંત્રી આરસી ફળદુએ આજે એક પ્રેસકોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, આજે કેબિનેટ બેઠક મળી હતી. પુર્વ રાષ્ટ્રપતિને શ્રદ્ધાંજલિ અપાઇ હતી. ત્યારબાદ રાજ્યમાં ચાલતા મુદ્દાઓ વિશે ચર્ચા વિચારણા થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતો ઉત્પાદન લઇ રાજ્ય અને દેશની સેવા કરે છે. ખરીફ સીઝન દરમિયાન સવા સો ટકા વરસાદ પડયો છે. કેટલાક વિસ્તારમાં સતત અવિરત પણે વરસાદ અવિરત વરસાદ થયો છે. કૃષિમંત્રી આર.સી.ફળદુએ આજે આ વાતની કબુલાત કરી છે. તેમણે જણાવ્યું કે કૃષિ પાકને નુકશાન થયું છે. sdrf ના ધોરણો મુજબ ૩3 ટકાથી વધુ નુકસાન હોય તેવા ખેડૂતોને સરકાર સહાય આપશે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના કૃષિ વિભાગ અને મહેસૂલ વિભાગ દ્વારા સરવેની કામગીરી શરૂ કરવાના આદેશો આજે કેબિનેટ બેઠકમાં અપાયા છે. આગામી પંદર દિવસમાં સરવેની કામગીરી પૂર્ણ થયા બાદ સરકાર નુકસાનીવાળા તમામ ખેડૂતોને સહાયતા કરશે. આવતા બે વર્ષનો કોલ આપી દીધો છે. 116 ટકાથી વધુ વરસાદ થયો છે. ખેડૂતોના કૂવા અને બોરમાંથી પાણી છલકાયા છે. અતિવૃષ્ટિથી પાકને ભારે નુકસાન થયું છે. પરંતુ આગામી રવિ સીઝન તથા ઉનાળુ સીઝન માટે ખેડૂતો આ પાણીનો ભરપૂર ફાયદો ઉઠાવી શકશે. આગામી બે વર્ષ માટે પહોંચી જાય તેટલું પાણી કુદરતે આપી દીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન