ભલભલા ગ્રહને ઓહિયા કરી જતો મસ મોટો બ્લેક હોલ શોધાયો - Sandesh
NIFTY 11,008.05 +0.00  |  SENSEX 36,519.96 +0.00  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભલભલા ગ્રહને ઓહિયા કરી જતો મસ મોટો બ્લેક હોલ શોધાયો

ભલભલા ગ્રહને ઓહિયા કરી જતો મસ મોટો બ્લેક હોલ શોધાયો

 | 7:58 pm IST

ખગોળ વૈજ્ઞાનિકો દ્નારા એક એવા બ્લેકહોલ વિશે શોધ કરવામાં આવી છે જે રોજ ખુબ જ ઝડપથી મોટો થઇ રહ્યો છે. વૈજ્ઞાનિકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ બ્લેકહોલ દર બે દિવસમાં સુરજ જેટલા વિશાલ પિંડને ઓગળી જાય છે. જાણો તેના વિશે ખાસ વાત..

ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી ખગોળ વૈજ્ઞાનિક ક્રિસ્ટિયન વુલ્ફે જણાવ્યું હતું કે આ રીતેના શરૂઆતી બ્લેકહોલ વૈજ્ઞાનિકોને પહેલાંના બ્રહ્માડ વિશે સમજવામાં મદદ કરે છે. આ બ્લેકહોલ વિશે યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા હાલમાં રિલીઝ કરવામાં આવેલા ડેટા દ્વારા જાણકારી મળી હતી.

આ બ્લેકહોલ પૃથ્વીથી ખુબ જ દૂર છે. વિજ્ઞાનીકોનું કહેવું છે કે આ બ્લેકહોલ પૃથ્વી થી નજીક હોત તો અહીં જીવન શક્ય બન્યું ના હોત. આ બ્લેકહોલ થી ભારે માત્રામાં એક્સરે કિરણો નીકળે છે જે જીવન ખતમ કરી નાખે છે. ચંદ્ર કરતા પણ ઘણું અજવાળું આ બ્લેકહોલ દર 10 વર્ષે એક ટકા જેટલા આકારમાં વધી જાય છે. પરંતુ હાલના વર્ષમાં તેનો આકાર ખુબ જ ઝડપથી વધી રહ્યો છે.

તે એટલી ઝડપથી વધી રહ્યો છે કે તે આખી આકાશગંગાની તુલનામાં ખુબ જ ઉજ્જવળ છે. તેનો આકાર 20 અરબ સુરજ જેટલો છે. જે પોતાને બનાવી રાખવા માટે દર બે દિવસમાં સુરજ જેટલા વિશાલ પિંડને ઓગળી જાય છે. આ શોધ ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી ખગોળ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવી છે. આ બ્લેક વિશે કહેવામાં આવી રહ્યું છે કે આ બ્લેક હોલ નોર્મલ નથી. કારણકે તે બ્રહ્માંડ બનતા સમયે જ બની જાય છે.  જો તે આપણી આકાશગંગામાં આવે તો ચંદ્ર કરતા પણ ઘણું વધારે અજવાળું ફેંકશે. તેના આવવાથી આકાશગંગામાં એટલું અજવાળું થઇ જશે કે બાકીના તારાઓનું અજવાળું ફીકુ પડી જશે. જો તે પૃથ્વીની નજીક આવ્યો તો જીવન નષ્ટ કરી દેશે.