Big Blow To India As It Elbowed Out Of Afghanistan Peace Talks
  • Home
  • Featured
  • અમેરિકાની ડબલ ઢોલકી, ભારતને હડધૂત કરી પાકિસ્તાને ખોળે બેસાડ્યું

અમેરિકાની ડબલ ઢોલકી, ભારતને હડધૂત કરી પાકિસ્તાને ખોળે બેસાડ્યું

 | 5:23 pm IST

ગત સપ્તાહે તાલિબાન સાથે શાંતિ સમજુતિનું માળખું તૈયાર કરવામાં અમેરિકા, રશિયા અને ચીન સાથે પાકિસ્તાને પણ પોતાની ભૂમિકા અદા કરી. જે એ વાતનો સંકેત આપે છે કે, અફઘાન શાંતિ પ્રક્રિયામાં કઈ રીતે પાકિસ્તાને પોતાની કેન્દ્રીય ભૂમિકા તૈયાર કરી લીધી છે અને અફઘાનિસ્તાનના સારા ભવિષ્ય માટે ભારતના લાંબા પ્રયાસ કઈ રીતે નિષ્પ્રભાવી થઈ રહ્યો છે.

હાલ આકાર લઈ રહેલા સંજોગોમા ભારતની ભાગીદારી અને તેની અવાજ મર્યાદિત થતી જઈ રહી છે જ્યારે પાકિસ્તાને તકનો લાભ ઉઠાવીને પોતાને આ વિસ્તારની જિયોપોલિટિક્સના કેન્દ્રમાં સ્થાપિત કરી દીધું છે.

અમેરિકાએ પાકિસ્તાનને આપ્યું વધારે પડતુ મહત્વ

અમેરિકાએ અફઘાનિસ્તાન મુદે રશિયા અને ચીનને એક સાથે લાવવામાં સફળતા મેળવી છે. તેણે ગત સપ્તાહે પાકિસ્તાનને પણ આ વાતચીતમાં શામેલ કરી લીધું જે તાલિબાનનું મુખ્ય સ્પોન્સર છે. પાકિસ્તાન તાલિબાનને વાતચીતના ટેબલ પર લાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી રહ્યું છે. બેઈજીંગમાં 12 જુલાઈએ અફઘાન શાંતિ પ્રકિયા પર ‘ચાર પક્ષીય સંયુક્ત નિવેદન’ જાહેર કરવાને લઈને ચારેય દેશો વચ્ચે બેઠક યોજાઈ હતી.

શાંતિ સમજુથી ભારત પડ્યું એકલુ?

ભારતમાં અફઘાનિસ્તાન પૂર્વ રાજદૂત અને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર શાઈદા અબ્દાલીએ ગત સપ્તાહે કહ્યું હતું કે, અફઘાનિસ્તાન સાથેના સંબંધોને મજબુત બનાવવાની 18 વર્ષોના ભારતના પ્રયાસ આ મોડ પર આવીને ઇષ્ફળ ના થવા જોઈએ. અફઘાનિસ્તાનમાં હાલ ઉભી થઈ રહેલી પરિસ્થિતિથી ભારતે એકલુ પડવાની લાંબા ગાળે કિંમત ચુકવવી પડી શકે છે. ભારત શાંતિ સમજુતિમાં ક્યાં છે જે નહીં અને ના તો ભારતીય ચિંતાઓને કોઈ મહત્વ આપવામાં આવી રહ્યું છે.

એક પણ પક્ષ ભારતને નથી આપી રહ્યો મહત્વ

તાજેતરમાં જ અફઘાનિસ્તાનમાં અમેરિકાના રાજદુત જોન બાસે ગુરૂવારે એમ કહીને ભારતને જોરદાર આંચકો આપ્યો હતો કે, અફઘાનિસ્તાનમાં 28 સપ્ટેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી તાલિબાન સાથે શાંતિ પ્રક્રિયા પુરી ના થાય ત્યાં સુધી ટાળવામાં આવી શકે છે. ભારત તેની વિરૂદ્ધ છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડૉભાલે અમેરિકાન વિદેશ મંત્રી માઈક પોમ્પિયોને નવી દિલ્હી આવ્યા ત્યારે એ વાત પર ભારે દબાણ કર્યું હતું કે, શાંતિ પ્રક્રિયા ચાલી રહી તે વખતે પણ અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી નિર્ધારીત સમયગાળા દરમિયાન પુરી કરાવી શકાય છે.   

ભારતે અમેરિકાના વિશેષ પ્રતિનિધિ જલમે ઝાલિજાદ અને રશિયા બંને સામે અફઘાનિસ્તાનમાં અંતરિમ સરકારની રચનાના પ્રસ્તાવબો પણ વિરોધ કર્યો. જોકે અફઘાનિસ્તાનના પ્રમુખના પક્ષમાં કોઈ પણ ભારતના અવાજને વધારે મહત્વ આપતા નથી.

હજી પણ અફઘાનિસ્તાનનું ચાહિતું છે ભારત

ભારત છેલ્લા 18 વર્ષોથી અફઘાનિસ્તાનની તત્કાલીન સરકાર સાથે સંબંધો વધારે મબુત કરવાની દિશામાં કામ કરતું રહ્યું. અફઘાનિસ્તાનના લોકોનો માનીતો દેશ હજી પણ ભારત જ છે. અફઘાનિસ્તાનમં ભારતના પૂર્વ રાજદૂત અને રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર બોર્ના સભ્ય અમર સિન્હાએ કહ્યું હતું કે, ભારતે વધારે પ્રોએક્ટિવ રહેવું જોઈએ. રાષ્ટ્રવાદી અફઘાનોમાં ભારતની સારી એવી પહોંચ છે. ભારતને હાલ આ લોકોને એકત્ર કરવા જોઈએ જેથી કરીને તેઓ એકસાથે પોતાનો અવાજ ઉઠાવી શકે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન