Big boss 11: હિના ખાનને લોકોએ વાળ ખેંચી ચઢાવી ધક્કે, video વાઇરલ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • Big boss 11: હિના ખાનને લોકોએ વાળ ખેંચી ચઢાવી ધક્કે, video વાઇરલ

Big boss 11: હિના ખાનને લોકોએ વાળ ખેંચી ચઢાવી ધક્કે, video વાઇરલ

 | 1:48 pm IST

બિગ બોસ 11 અંતિમ પડાવ પર છે. આ સપ્તાહમાં હિના ખાન, શિલ્પા શિંદે, વિકાસ ગુપ્તા અને લવ ત્યાગી ઘરથી બેઘર થવા માટે નોમિનેટ થયા હતા. પરંતુ આ વખતે ઓનલાઈન વોટિંગ બંધ રાખવામાં આવી હતી અને ચારેય કલાકારોને એક મોલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમણે લોકોની વચ્ચે જઈ વોટ માટે અપીલ કરવાની હતી. પરંતુ આ અપીલ હીના ખાન માટે ઘાતક બની ગઈ હતી.

વોટ માટે લોકો વચ્ચે પહોંચેલા કલાકારોમાંથી લોકોએ હીના ખાનને ધક્કે ચઢાવી હતી અને ટોળામાંથી કોઈ વ્યક્તિએ હીના ખાનના વાળ ખેંચી તેને હેરાન પરેશાન કરી દીધી હતી. મુંબઈના આ મોલમાં ચારેય ખેલાડીઓના ચાહક મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. તેમની વચ્ચે જ્યારે ખેલાડીઓ પહોંચ્યા ત્યારે ભીડ બેકાબૂ થઈ અને તેમાંથી કોઈએ હીના ખાન સાથે અયોગ્ય વર્તન કર્યું હતુ.

હીનાના વાળ અજાણા શખ્સે એટલી જોરથી ખેચ્યાં કે હીના ભીડ વચ્ચે રોવા લાગી હતી. હીના ખાન સાથે મોલમાં બનેલી ઘટનાના વિડીયો અને તસવીરો અલગ અલગ ટ્વિટર અકાઉન્ટ પર શેર કરવામાં આવ્યા છે. લોકોએ પણ હીના સાથે થયેલી આ ઘટનાને વખોડી કાઢી છે.