બિગ બોસમાં એન્ટ્રી કરી શકે છે આ અભિનેત્રી - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • બિગ બોસમાં એન્ટ્રી કરી શકે છે આ અભિનેત્રી

બિગ બોસમાં એન્ટ્રી કરી શકે છે આ અભિનેત્રી

 | 12:57 am IST

બિગ બોસની દરેક સીઝનનો દર્શકો આતુરતાથી રાહ જોઇ રહેતા હોય છે. આ વખતે પણ તેઓ બિગ બોસની ૧૨મી સીઝન જોવા માટે ઉત્સાહી છે. બિગ બોસની આ સીઝન ૧૬ સપ્ટેમ્બરના રોજ શરૂ થવા જઇ રહી છે. આ શો ઓન એર થાય તે પહેલા રોજ કોઇ ને કોઇ ખબરો સાંભળવા મળતી રહેતી હોય છે. આ બધાની વચ્ચે સ્પર્ધકો સાથે સંબંધિત એક વધુ ખબર સાંભળવામાં આવી રહી છે. જાણવામાં આવ્યું છે કે, બિગ બોસ શોમાં ટીવી સીરિયલની જાણીતી અભિનેત્રી અને હમણાં થોડા સમય પહેલા લગ્નના બંધનમાં બંધાયેલી દીપિકા કક્કડ બિગ બોસ ૧૨ની સીઝનમાં જોવા મળવાની સંભાવના છે. સાંભળવામાં આવ્યું છે કે ૨ મહિના પહેલા દીપિકા કક્કડ અને સોએબનો બિગ બોસ ૧૨ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં દીપિકા બિગ બોસ૧૨ના ઘરમાં પ્રવેશ કરવા માટે રાજી થઇ ગઇ છે. જોકે સોએબ તરફથી કોઇ સ્પષ્ટતા થઇ નથી. સાંભળવામાં આવ્યું છે કે દીપિકા બિગ બોસ માટે એક પાર્ટનરની શોધમાં છે. આ બધા વચ્ચે ખબરો આવી છે કે, દીપિકા તેની મા સાથે પ્રવેશ કરી શકે છે. બીજી તરફ એવું પણ સાંભળવામાં આવ્યું છે કે તે તેની મા સાથે બિગ બોસમાં જોવા મળશે નહીં. પણ એક વાત તો નક્કી છે કે દીપિકા બિગ બોસમાં નજર આવી શકે છે.