Big boss happened when shehnaaz gill was going to kiss sidharth shukla
  • Home
  • Entertainment
  • Bollywood
  • અશ્લીલ અખાડાનો નવો કાંડ કેમેરામાં કેદ! શહનાઝ રાત્રે અંધારામાં સિદ્ધાર્થને કિસ કરવા ગઈ…

અશ્લીલ અખાડાનો નવો કાંડ કેમેરામાં કેદ! શહનાઝ રાત્રે અંધારામાં સિદ્ધાર્થને કિસ કરવા ગઈ…

 | 4:07 pm IST

જ્યારથી બિગ બોસ 13 ચાલુ થયો છે ત્યારથી કંઈક ને કંઈક નવા કાંડ ખુલતા રહે છે. કોઈવાર કોઈની વાહિયાત વાતો લીક થાય કે પછી કોઈ વખત એકીજા પર પાયા વિહોણા આરોપો નાખવા. પરંતુ આ વખતે તો નવો જ કાંડ સામે આવ્યો છે. લોકો સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલની રિલેશનશીપની મજા લઇ રહ્યા હતા. પરંતુ આ અઠવાડિયે તેમની મિત્રતામાં થોડુ ભંગાણ જોવા મળ્યું.

સિદ્ધાર્થ શુક્લાથી શહનાઝ નારાજ છે. સાથે જ સિદ્ધાર્થને લાગે છે કે શહનાઝ બદલાઈ ગઈ છે. પરંતુ બંને હજી પણ એક બીજા માટે જેમતેમ બોલતા પહેલા વિચાર કરે છે. બુધવારના એપિસોડમાં બિગ બોસે શહનાઝ ગિલને સમજાવ્યું કે સિદ્ધાર્થ હંમેશાં તેમનો સાથ આપે છે. આ પછી, શહનાઝ ગિલનો ગુસ્સો પણ ઘટી રહ્યો છે.

ત્યારબાદ આરતી સિંહ અને શેફાલી જરીવાલાએ શહનાઝને સમજાવ્યું કે તેણે સિદ્ધાર્થ સાથે વાત કરવી જોઈએ. રાત્રિ દરમિયાન આરતી સિંહે ફરી શહનાઝને કહ્યું કે તું આજે સિદ્ધાર્થ સાથે પેચ અપ કરી લે, આમ પણ તેમની તબિયત સારી નથી. તે તારી વાતોથી દુખી છે. તે તને ખૂબ જ પ્રેમ કરે છે અને તારા માટે સારો પણ છે.

તો શહનાઝ ગિલે કહ્યું કે હું સિદ્ધાર્થને કિસ કરીને આવું છું. હું એને માત્ર કિસ કરીને ભાગી જઈશ. તેનાં પછી જે થશે એ ખૂબ જ મનોરંજક હશે. રાતના અંધારામાં શાહનાઝ અવાજ કર્યા વગર સિદ્ધાર્થના પલંગ પર ગઈ. ત્યારે સિદ્ધાર્થ સૂતો હતો. શહનાઝ સિદ્ધાર્થના હાથ પર હાથ રાખે છે. ત્યારે જ સિદ્ધાર્થ ચોંકી જાય છે અને ઉંઘમાંથી ઉઠી જાય છે.

સિદ્ધાર્થને આંચકો લાગ્યો અને આરતી હસવા લાગી. સિદ્ધાર્થના અવાજના લીધે ઘરમાં સૂઈ રહેલા બાકીના લોકો પણ જાગી ગયા. તે ગભરાઈને શાહનાઝને પૂછે છે, તું શું કરી રહી છે? તું ઠીક તો છે ને? શું શહનાઝે કરેલી આ પહેલ તેના અને સિદ્ધાર્થ વચ્ચેના મતભેદો સમાપ્ત કરશે? તે કહેવું મુશ્કેલ છે.

આ અગાઉ શહનાઝ ગિલ રૂમમાં કહેતી હતી કે તે આ અઠવાડિયામાં કેમ પરેશાન છે. જ્યારથી હિમાંશી ખુરાના ઘરમાં આવી ત્યારથી તે સિદ્ધાર્થ સાથે વાતચીત કરી રહી છે. આ જ વાત શહનાઝને બિલકુલ પસંદ નથી આવી રહી. શહનાઝ બોલી- સિદ્ધાર્થ મારો મિત્ર છે, તેણે મારી સાથે છેતરપિંડી કરી.

આ વીડિયો પણ જુઓ: પોરબંદરથી ‘સંદેશ ન્યૂઝ’નો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન